તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:વલસાડમાં આજે 19 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દોડતું થયું

વલસાડ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વલસાડ જિલ્લામાં અત્યાર સુધી કુલ 1538 લોકો કોરોના સંક્રમિત નોંધાયા છે
 • આજે દાદરા નગર હવેલીમાં 14 અને દમણમાં 6 કોરોના પોઝિટિવ કેસ આવ્યા

વલસાડ જિલ્લામાં વધતા જતા ગ્રાફને અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર યથાર્થ પ્રયત્નો કરી રહ્યું છે. જિલ્લાની છ ચેકપોસ્ટ ઉપર જિલ્લા બહારથી આવતા તમામ લોકોનું સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આજે વલસાડમાં 19 નવા કેસ નોંધાતા જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દોડતું થયું હતું.

અત્યાર સુધી 1265 કોરોનાને માત આપીને જિંદગીની જંગ જીતી ચુક્યા છે

વલસાડ તાલુકાના 12, પારડી તાલુકામાં 1, વાપી તાલુકામાં 5 અને ધરમપુર તાલુકામાં 1 કોરોના સંક્રમિત લોકો જાહેર થયા હતા. જેમાં 11 પુરુષ અને 8 સ્ત્રીઓ કોરોના સંક્રમિત જાહેર થયા હતા. જે મળી કુલ 1538 કોરોના સંક્રમિત નોંધાયા છે. જે પૈકી 120 આઇસોલેશન વોર્ડમાં દાખલ છે. તથા 1265 કોરોના સંક્રમિત લોકોએ આરોગ્ય વિભાગની સૂચના મુજબ કોરોનાને માત આપીને જિંદગીની જંગ જીતી ચુક્યા છે. જ્યારે 153 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓનું મૃત્યુ થયું હોવાનું આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયું છે. જ્યારે 7 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં સારવાર મેળવી હોસ્પિટલના તબીબોએ આપેલા માર્ગદર્શન મુજબ કોરોના સામે જંગ જીતી ડિસચાર્જ થાય છે.

વલસાડ જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણથી બચવા જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર પરિશ્રમ કરી રહ્યું છે. વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની કચેરીમાં પણ છેલ્લા બે દિવસમાં બે કર્મચારીઓ કોરોના સંક્રમિત જાહેર થતા જિલ્લાનું વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. બંને કોરોના સંક્રમિત આરોગ્ય કર્મીઓને હોમ આઈસોલેશનમાં રહેવા તેમજ તેના સંપર્કમાં આવેલા લોકોની હિસ્ટ્રી મેળવી તેઓને પણ સુરક્ષિત રહેવા આરોગ્ય વિભાગની ટીમે સૂચના આપી હતી. તેમ વલસાડ જિલ્લા ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડોક્ટર મનોજ પટેલે જણાવ્યું હતું. તથા વલસાડ જિલ્લા અને દાનહ ખાતે કુલ 33 કોરોના સંક્રમિત નોંધાયા છે. જેમાં વલસાડ 19, દાદરા નગર હવેલીમાં 14 કોરોના સંક્રમિત મળી કુલ 33 સુધી આંક પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો