બોનસથી વંચિત:જિલ્લા આરોગ્યના કોન્ટ્રાક્ટ બેઝ કર્મીઓ 6 વર્ષથી બોનસથી વંચિત

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી એજન્સીઓ સરકારના આદેશને ઘોળીને પી ગઇ છે

વલસાડ જિલ્લાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આઉટ સોર્સિંગ કર્મચારીઓને ખાનગી એજન્સીએ છેલ્લા 6 વર્ષથી દિવાળીએ બોનસના નામે રાતા પાણીએ નવડાવતા આ વર્ષે કર્મીઓએ શંખ ફુંક્યું છે.રાજ્ય સરકારના આરોગ્ય કલ્યાણ વિભાગને ફરિયાદ કરી સરકારને સતર્ક રહેવા દાદ માગી છે.

રાજ્ય સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નિયુક્ત ખાનગી એજન્સીઓ હેઠળ વલસાડ જિલ્લામાં 900થી વધુ કર્મચારીઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,સામુહિક આરોગ્ય કેન્દ્રો અને અર્બન હેલ્થ જેવા વિભાગોમાં ફરજ બજાવી રહ્યા છે.આ કર્મચારીઓને આઉટસોર્સિંગ હેઠળ કામગીરી કરાવતી એજન્સીને સરકારે પગાર, બોનસ,લીવ ઓન કેશ અને ડ્રેસ વોશિંગના નાણા ના ભથ્થા પણ દિવાળી પહેલા ચૂકવી દેવા આદેશ કર્યો હતો.

પરંતું રાજ્ય સરકારના આ આદેશને પણ ખાનગી એજન્સીઓ ઘોળીને પી ગઇ છે. છેલ્લા 6 વર્ષથી આઉટ સોર્સિંગના કર્મચારીઓની આ રીતે દિવાળી બગડતા પરિવારજનોને તહેવારોના દિવસોમાં હતાશાની સ્થિતિમાં ધકેલાઇ જવું પડે છે.

એજન્સીઓ 6 વર્ષથી બોનસ ચૂકવ્યું નથી
એજન્સીઓને કર્મચારીઓને ચૂકવવા માટે દર મહિને બેઝિક સેલેરીના 8.33 ટકા લેખે બોનસ આપવાનું હોય છે.જે એજન્સીઓએ દિવાળી વખતે એક પગાર બોનસ પેટે ચૂકવવાનો હોય છે.પરંતું છેલ્લા 6 વર્ષથી એજન્સીઓએ એક વખત પણ કર્મીઓને બોનસ ચૂકવ્યું નથી.ત્યારે આ વર્ષે આવુ ફરી ન થાય તે જોવાની જવાબદારી સરકારની છે.
> રજનીકાંત ભારતીય,પ્રમુખ,ગુજરાત જનતા જાગૃતિ મંચ

અન્ય સમાચારો પણ છે...