• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • District Election Officer Kshipra Agre Visited The Media Center Regarding The Election Operations Through The District Information Office

નિરીક્ષણ:જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ જિલ્લા માહિતી કચેરી દ્વારા ચૂંટણી કામગીરી સંબંધિત મીડિયા સેન્ટરની મુલાકાત કરી

વલસાડ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લામાં વિધાનસભા ચૂંટણી દરમિયાન મતદારોને પાછલા વર્ષોમાં થયેલી ચૂંટણીની રસપ્રદ માહિતીના આંકડા અને તા. 1 ડિસેમ્બરે થનારા મતદાન અંગે ચૂંટણીલક્ષી ઉપયોગી માહિતી મળી રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ જિલ્લા સેવા સદન-1માં પહેલા માળે આવેલી વલસાડ જિલ્લા માહિતી કચેરી દ્વારા કાર્યન્વિત કરાયેલા મીડિયા સેન્ટરની તા. 22 નવેમ્બરને મંગળવારે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, અધિક નિવાસી કલેકટર અનુસૂયા ઝા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહે મુલાકાત લીધી હતી.

આ મીડિયા સેન્ટરમાં પાંચેય વિધાનસભા બેઠકના મતદારોની સંખ્યા સહિત મતદાન મથકો, વિધાનસભાવાર નિયુક્ત થયેલા ચૂંટણી અધિકારીઓના નામ અને ટેલિફોન નંબર દર્શાવતી વિગત, ચૂંટણી સંબંધિત કામગીરીના વિવિધ નોડલ અધિકારીઓ જેવા કે, મેનપાવર મેનેજમેન્ટ, EVM/VVપેટ મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, ટ્રેઈનિંગ મેનેજમેન્ટ, મટીરીયલ મેનેજમેન્ટ, MCC ઈમ્પલીમેન્ટેશન, એક્ષપેન્ડિચર મોનીટરિંગ, સ્વીપ, લો એન્ડ ઓર્ડર, બેલેટ પેપર, મીડિયા મેનેજમેન્ટ, કોમ્યુટરાઈઝેશન, ઓબ્ઝર્વર, હેલ્પલાઈન એન્ડ કમ્પ્લેઈન્ટ રિડ્રેસલ, કોમ્યુનિકેશન, સ્ટાફ વેલફેર, સ્થળાંતરિત મતદારો અને પર્સન વીથ ડિસેબિલિટિઝ (દિવ્યાંગ)ના નોડલ અધિકારીઓના નામ અને ફોન નંબરની વિગતો, ચૂંટણી સંબંધિત કામગીરીની જુદી જુદી ટીમો, E.V.M અને V.V.PET, સ્વીપ અંતર્ગત હાથ ધરાતી પ્રવૃતિ, આચારસંહિતા સંબંધિત મોનીટરિંગ માટે વિવિધ ટીમો અને ચેક પોસ્ટ સહિતની વિગતો ઉપરાંત અગાઉની વિઘાનસભાની 2007,2012 અને 2017ની ચૂંટણીમાં વિવિધ પક્ષના ઉમેદવારોના પરિણામના રસપ્રદ આંકડાઓ સહિતની વિગત ફલેક્ષ બેનરના માધ્યમથી પ્રદર્શિત કરવામાં આવી છે. આ મીડિયા સેન્ટર જિલ્લા તથા જિલ્લા બહારના મીડિયાકર્મીઓ સહિત વલસાડ જિલ્લાના મતદારો, પ્રજાજનો, અભ્યાસુઓ ઉપરાંત વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થઈ રહ્યું છે.

જિલ્લા ચૂંટણી અધિકારીએ મુલાકાત દરમિયાન માહિતી ખાતા દ્વારા મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટી (એમ.સી.એમ.સી) દ્વારા વિધાનસભા દીઠ ઉમેદવારોની જાહેરાત અને પેઈડ ન્યૂઝ સંબંધિત કામગીરીના દૈનિક અહેવાલો બાબતે માહિતી ખાતાના ઈન્ચાર્જ સિનિયર સબ એડિટર અક્ષય દેસાઈ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી. આ ઉપરાંત કલેકટર કચેરીના બીજા માળે ચૂંટણી શાખાની નજીક કાર્યરત કરાયેલા ઈલેક્ટ્રોનિક મીડિયા મોનીટરિંગ સેન્ટરમાં ઈલેક્ટ્રોનિક માધ્યમમાં પ્રસારિત થતા અહેવાલો પર મોનિટરીંગ બાબતે જરૂરી માહિતી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો. ચૂંટણીની જટીલ પ્રક્રિયાને રસપ્રદ રીતે રજૂ કરી વિસ્તૃત માહિતી પુરી પાડવાનો અવસર પ્રદાન કરતા આ મીડિયા સેન્ટરનો વધુમાં વધુ લોકોને લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...