તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

18 પ્લસ વેક્સિનેશન:જિલ્લાના ધરમપુર અને કપરાડા રસીકરણમાં હજીય પાછળ, અંતરીયાળ તાલુકાઓમાં લોકો રોજીરોટી માટે બહાર જતાં રસીકરણમાં અવરોધ, શહેરી વિસ્તારમાં વેક્સિનેશનને વધુ પ્રતિસાદ

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
18 પ્લસમાં વેક્સિનેશનની ટકાવારી 28 ઓગષ્ટ 21 સુધી - Divya Bhaskar
18 પ્લસમાં વેક્સિનેશનની ટકાવારી 28 ઓગષ્ટ 21 સુધી
  • 6 તાલુકામાં 68 ટકા 18 પ્લસમા વેક્સિનેશન થયું, સૌથી વધુ 85 ટકા વેક્સિનેશન સાથે વલસાડ તાલુકો અગ્રેસર

વલસાડ જિલ્લામાં છેવાડાના બે તાલુકા ધરમપુર અને કપરાડામાં હજીય રસીકરણની ગ્રામજનોમાં ઓછી જાગૃતિ જોવા મળી રહી છે.18 પ્લસ વયજૂથમાં 6 તાલુકા પૈકી ધરમપુરમાં અત્યાર સુધી 44 ટકા અને મહારાષ્ટ્ર હદ નજીકના કપરાડા તાલુકામાં માત્ર 37 ટકા વેક્સિનેશન થઇ શક્યું છે.જેના પગલે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ આ તાલુકામાં જાગૃતિ માટે દોડધામમાં મંડી પડી છે.વલસાડ જિલ્લામાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશન કાર્યક્રમોને તેજીથી આગળ ધપાવવા માટે આરોગ્ય વિભાગે કમર કસી હતી.જિલ્લાના 140 રસીકેન્દ્રો ઉપર કેન્દ્રદીઠ ઓછામાં ઓછા 100 ડોઝ પૂરાં પાડવાની સરકારની ગણતરી હતી.

21 જૂને ઓફલાઇન સ્પોટ વેક્સિનેશન શરૂ થતાં પ્રથમ દિવસે સરકારે વલસાડ જિલ્લાને 14 હજાર ડોઝ મોકલ્યા હતા.પરંતુ ત્યારબાદ ડોઝનો સપ્લાય ઓછો મળતાં વેક્સિનેશનની ઝડપમાં અવરોધ ઉભો થયો હતો.દરમિયાન 18 પ્લસનું વેક્સિનેશન પણ સ્પોટ ઉપર ચાલૂ કરી દેવાયું હતું.

પરિણામે તમામ વયજૂથના લોકોનો રસીકરણ કેન્દ્રો પર ભારે ધસારો જોવા મળ્યો હતો.જો કે હવે સરકાર દ્વારા યોગ્ય માત્રામાં ડોઝ ઉપલબ્ધ કરાવતાં વેક્સિનેશનની ઝડપ વધી રહી છે.જો કે 18 પ્લસની વયજૂથમાં જિલ્લામાં અત્યાર સુધી કુલ 68 ટકા વેક્સિનેશન પૂર્ણ કરી શકાયું છે.હજી 32 ટકા વેક્સિનેશન બાકી રહ્યું છે,જેના માટે જિલ્લા આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે.

18 પ્લસમાં વેક્સિનેશનની ટકાવારી 28 ઓગષ્ટ 21 સુધી

તાલુકોવસતીટાર્ગેટફર્સ્ટ ડોઝટકાવારી
વલસાડ42683235047329780585
પારડી27247115564310201866
વાપી30556126042920324578
ઉમરગામ344307724632119052177
ધરમપુર2695231762997707644
કપરાડા3136812027287465237
કુલ1931145139189394531768

કપરાડામાં રાત્રી વેક્સિનેશનના કેમ્પો
કપરાડા તાલુકામાં ઓછું વેક્સિનેશન જિલ્લા આરોગ્ય વિભાગના 100 ટકા વેક્સિનેશનના લક્ષ્યાંક સામે પડકારરૂપ બન્યું છે.જેના કારણે આ તાલુકામાં વેક્સિનેશન માટે નાઇટ સેશન હાથ ધરાયું છે.કપરાડાના કાકડકોપરમાં નાનાપોંઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને બાબરખડક નાનાપોંઢા કેન્દ્ર દ્વારા ફેક્ટરીઓના કામદારો માટે નાઇટ સેશનમાં વેક્સિનેશન શરૂ કરાયું છે.આરસીડીએચ દ્વારા ગ્રામજનોને મોટિવેટ કરવા કપરાડાના જોગવેલમાં ધામો નાખવામાં આવ્યો છે.

જિલ્લામાં 56 ગામમાં 100 ટકા વેક્સિનેશન
વલસાડ 33
પારડી 06
વાપી 05
ઉમરગામ 07
ધરમપુર 01
કપરાડા 04

છેલ્લા 10 દિવસમાં 51413નું વેક્સિનેશન
વલસાડ જિલ્લાના ધરમપુર કપરાડા તાલુકામાં લોકો રોજીરોટી માટે પલાયન કરતા હોય છે.શ્રમિકો અ્ને નોકરિયાતો રાત્રે પરત ફરે છે.જેને લઇ જિ.આરોગ્ય વિભાગે અવેરનેસ માટે વિશેષ તકેદારી લીધી છે.છેલ્લા 10 દિવસમાં ધરમપુર તા.માં 24983 અને કપરાડા તાલુકામાં 26430 વ્યક્તિનું વેક્સિનેશન કરાયું છે. > ડો.અનિલ પટેલ,સીડીએચઓ

અન્ય સમાચારો પણ છે...