તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Valsad
 • District Collector Requests All The People Of Valsad District To Take Advantage Of Corona Vaccine To Prevent Corona Infection

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:કોરોના સંકમણ રોકવા વલસાડ જિલ્લાનાં તમામ પ્રજાજનોને કોરોના વેક્સિનનો લાભ લેવા જિલ્લા કલેક્‍ટરનો અનુરોધ

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તા.1 એપ્રિલથી 45 વર્ષના તમામને કોરોનાની રસી આપવામાં આવશે

હાલ સમગ્ર દેશમાં કોરોના વાઈરસની મહામારી ચાલી રહી છે. અને વલસાડ જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ વધવા પામ્‍યું છે. જેના બચાવ કામગીરી માટે કોવિડ-19 રોગપ્રતિકા૨ક ૨સીકરણ અભિયાન અંતર્ગત સમગ્ર વલસાડ જિલ્લામાં હાલ 60 વર્ષથી વધુ વયજુથ ધરાવતાં નાગરિકોને તેમજ 45વર્ષથી 60 વર્ષ સુધીની વયજુથનાં કોમોર્બિડીટી ધરાવતાં નાગરિકોને કોરોનાની વેકસીન આપવાની ઝુંબેશ ચાલુ છે.

૨સીકરણ કેન્‍દ્રો ખાતે સ્‍થળ પર નોંધણી કરી રસીકરણનો લાભ આપવામાં આવશે

તા. 1લી એપ્રિલ, 2021થી સરકારની માર્ગદર્શિકા અનુસાર 45 થી વધુ વયના તમામ નાગરિકોને કોરોનાની ૨સી આપવામાં આવશે. વલસાડ જિલ્લાનાં તમામ કોવિડ-19 ૨સીકરણ કેન્‍દ્રો ખાતે સ્‍થળ ઉપર જ નોંધણી કરાવી રસીકરણનો લાભ આપવામાં આવશે. વધુમાં હાલ કોવિડ-19 ૨સીકરણમાં દિવ્‍યાંગ ગૃહ, ભિક્ષુક ગૃહ, વૃધ્‍ધાશ્રમ જેવી સંસ્‍થામાં રહેતાં નાગરિકો ઓળખનાં પુરાવા વિના કોરોના ૨સીકરણનો લાભ લઈ શકશે.

ચેકપોસ્‍ટ, રેલવે સ્‍ટેશન, બસ ડેપો ઉપર સ્‍ક્રીનિંગ તથા કોરોના ટેસ્‍ટની કામગીરી ચાલુ

૨સીક૨ણ કામગીરી વધુ વેગવાન બનાવવા માટે વધુમાં વધુ વેક્‍સિનના લાભાર્થી આવરી લેવા માટે સ૨કા૨ તરફથી કોવિડ 19 વેક્‍સિનેશનની ગાઈડલાઈન મુજબની પાત્રતા ધરાવતાં હોય તેમજ વધુ વસતિ ધરાવતાં પેટા આરોગ્‍ય કેન્‍દ્રો/ હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટરો ખાતે હવેથી કોવિડ-19 વેક્‍સિનેશન કામગીરી શરૂ કરવામાં આવી છે.કોરોના વાઈરસની મહામારીનાં સંક્રમણને અટકાવવા વલસાડ જિલ્લાની તમામ ચેકપોસ્‍ટ, રેલવે સ્‍ટેશન, બસ ડેપો ઉપર સ્‍ક્રીનિંગ તથા કોરોના ટેસ્‍ટની કામગીરી ચાલુ છે. સાથે-સાથે સર્વેલન્‍સ, ધન્‍વંતરી રથ તેમજ પ્રચાર પ્રસારની કામગીરી પણ પુર જોશમાં ચાલી રહી છે.

જિલ્લાનાં પ્રજાજનોને આગમચેતીના પગલાંરૂપે કોરોના સંકમણ રોકવા વહીવટીતંત્રને સાથે સહકાર આપવા તથા લોકોને વધુમાં વધુ વેક્સિનનો લાભ લેવા માટે વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલ દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો