તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોની અંતિમ સ્થિતિ સ્પષ્ટ થઇ જતાં જ રાજકીય પક્ષોમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.ભાજપ અને કોંગ્રેસના કાર્યાલયોમાં બેસવાના બદલે કાર્યકરો અને હોદ્દેદારો ઉમેદવારો સાથે ચૂંટણીના મેદાનમાં ગ્રાસરૂટના વિસ્તારોમાં પહોંચી રહ્યા છે.ભાજપનો સૌથી મોટો આધારસ્તંભ ગણાતા પેઇજ પ્રમુખ મંડળનો વ્યૂહ ચૂંટણીમાં કામે લગાડાયો છે.જ્યારે કોંગ્રેસના કાર્યકરો ગામેગામ સંપર્કમાં મંડી પડ્યા છે.
28 ફેબ્રુઆરી 2021ના રોજ યોજાનારી જિ.તા.પં.ની ચૂંટણીમાં જિ.પંચાયતની કુલ 38 બેઠકમાંથી ભાજપે ઉમેદવારીપત્રો ખેંચવાના દિવસે જ જિ.પં.ની વાપીછરવાડાની 1 બેઠક અને વાપી વલસાડ તાલુકામાં તા.પં.ની 7 બેઠક બિનહરીફ કરી લેતાં ભાજપમાં ભારે ઉત્સાહનો માહલો જોવા મળ્યો છે.બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારો પણ મતવિસ્તારોમાં ઘરે ઘર સંપર્કમાં જોતરાઇ ગયા છે.જિલ્લાની 6 તાલુકા પંચાયતોની 158 બેઠકમાંથી ભાજપે 7 બેઠક બિનહરિફ કર્યા બાદ હવે બાકીની બેઠક માટે વ્યૂહ કામે લગાડ્યો છે.
આ વખતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે બે માસ પહેલા જિલ્લાની મૂલાકાત દરમિયાન જ પેઇજ પ્રમુખ અને પેઇજ વાલી મંડળની કામગીરી પર ખુબ જ ભાર મૂક્યો હતો.આ કામગીરીમાં પ્રદેશ પ્રમુખે 100 ટકા કામગીરી સિધ્ધ કરવા જિલ્લા તાલુકા સંગઠનને કામે લગાડી દીધાં હતા.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના સૌથી મોટા હથિયાર તરીકે પેઇજ પ્રમુખની વ્યૂહરચના મનાઇ રહી છે.મતદાર યાદીના પેઇજ મુજબ જે તે પ્રમુખ અને વાલીઓને સોંપાયેલી કામગીરીના પગલે અગાઉથી જ મતદારોના સંપર્કની તૈેયારી શરૂ કરી દેવામાં આવી હતી.જ્યારે કોંગ્રેસે પરંપરા મુજબ ઘરે ઘર જઇને સંપર્કનો વ્યૂહ અપનાવ્યો છે.
કટ આઉટ,કમાન,પોસ્ટરો,બેનર્સ સહિતની પ્રચાર સામગ્રીના ઉપયોગ માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી
ગામેગામ બેઠકોનો દૌર શરૂ થઇ ગયો
જિ.તા.પં.ની ચૂંટણી માટે 11 દિવસ બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ગામેગામના કાર્યકરો સાથે સંગઠનના હોદ્દેદારોની બેઠકનું આયોજન થઇ ગયું છે.જેનો દૌર શરૂ પણ કરી દેવાયો છે. મહોલ્લા, ફળિયાઓના કાર્યકરો સાથે ચર્ચા પરામર્શ કરી ઉમેદવારોએ ચૂંટણીની તૈયારીનો પ્રારંભ કરતા ગ્રામ્ય રાજકારણમાં ભારે ગરમાટો આવી રહ્યો છે.
ઉમેદવારોએ પરિચય પત્રિકા દ્વારા ચૂંટણીનો પ્રારંભ શરૂ કર્યો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ભરવાથી લઇ ઉમેદવારીપત્રો ખેંચવાના દિવસ સુધીની તમામ પ્રક્રિયા પૂર્ણ થઇ જતાં ચૂંટણી જંગના ઉમેદવારોની અંતિમ સ્થિતિ સામે આવી જતાં હવે મતદારોનો સંપર્કના કામમાં કાર્યકરો સાથે જોતરાયા છે.જેમાં ખાસ કરીને મતદારોને પરિચય આપતી પત્રિકાઓ દ્વારા ચૂંટણીનો ધમધમાટ ઉભો કર્યો છે.ભાજપ કોંગ્રેસના ઉમેદવારો હવે પત્રિકા સાથે પ્રચારકાર્યમાં મંડી ગયા છે.
જિલ્લા વહીવટી તંત્રમાં પણ ધમધમાટ, પ્રતિબંધક આદેશો જારી
વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર પણ કામે લાગ્યું છે.અધિક જિ.મેજિસ્ટ્રેટ એન.એ.રાજપૂતે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પ્રચારાર્થે લગાવાતા કટ આઉટ,કમાન,પોસ્ટરો,બેનર્સ સહિતની પ્રચાર સામગ્રીના ઉપયોગ માટે ગાઇડલાઇન જારી કરી છે.ઉપરાંત જિલ્લામાં કોઇપણ પ્રકારના હથિયાર પર પ્રતિબંધિત આદેશો જારી કરાયા છે.
વલસાડમાં ચૂંટણીના ચીફ ઓબ્ઝર્વરે સ્થિતિનો તાગ લીધો
જિ.પં.તા.ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા ચીફ ઓબ્ઝર્વર મુનીર વોરાને તૈનાત કર્યા છે.કલેકટર કચેરીમાંચૂંટણી અધિકારીઓ સાથે ઝુમ એપથી વર્ચ્યુઅલ બેઠક કરી સ્થિતિનો તાગ લીધો હતો.ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચની ગાઇડલાઇનનું ચૂસ્ત પાલન કરાવવા તેમણે ભાર મૂક્યો હતો.
રાત્રે 10 બાદ લાઉડ સ્પીકર પર પ્રતિબંધ
ગામડાઓમાં ચૂંટણીના ગરમાટો ફરી વળતાં ઉમેદવારો માટે લાઉડ સ્પીકર દ્વારા પ્રચાર અંગે ચૂંટણીના નિયમોનું પાલન કરવા કડક આદેશો કરાયા છે.સવારે 8 વાગ્યા પહેલા અને રાતે 10 વાગ્યા બાદ કોઇપણ ઉમેદવાર લાઉડ સ્પીકર વડે પ્રચારકાર્ય કરી શકશે નહિ.જાહેરનામાનો ભંગ કરનારને 3 માસ સુધીની કેદ અને રૂ.500 દંડ અથવા બંન્ને સજાને પાત્ર થશે.સવારે 8 થી રાતે 10 સુધી પરવાનગીથી ઉપયોગ કરી શકાશે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.