'બેટી બચાવો બેટી પઢાવો':વલસાડમાં CWC દ્વારા વિદ્યાર્થીઓ શાળાએ ઉચ્ચ શિક્ષણ મેળવે તે હેતુથી સ્કૂલ બેગનું વિતરણ

વલસાડ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને બેગનું વિતરણ કરાયું

વલસાડ જિલ્લા મહિલા અને બાળ વિભાગની ટીમ દ્વારા CWCની આગેવાનીમાં બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત જિલ્લાના જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ શાળાએ ઉચ્ચ શિક્ષણ મેળવે તે હેતુથી સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

100 જેટલી બાળકીઓને બેગનું વિતરણ કરાયું

બેટી બચાવો બેટી પઢાઓ યોજના હેઠળ જિલ્લા કલેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન સોનલબેન સોલંકી, મહિલા અને બાળ વિભાગના અધિકારી કમલેશ ગરાસિયા તથા ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના સભ્યો દ્વારા જિલ્લાના અલગ-અલગ તાલુકાની બાળકીઓને કુલ 100 જેટલા બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં તમામ બાળકી ભણે અને સમાજમાં પોતાનું નામ રોશન કરે એવા હેતુથી બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...