તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોલ વિવાદ:વલસાડમાં રામજી મંદિરની કમ્પાઉન્ડ વોલ મુદ્દે બે પક્ષમાં વિવાદ, એક પક્ષે ગ્રામજનોની સુવિધા ગણાવી બીજા પક્ષે દીવાલ ગેરકાયદેસર જણાવી

વલસાડ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શ્રી રામ આદિવાસી વિકાશ મંડળે દીવાલનું બાંધકામ બંધ કરાવવા રજૂઆત કરી
 • સ્થાનિક મહિલાઓનો વિરોધ, તલાટી સમક્ષ વાંધો મૂક્યો
 • સરકારી જગ્યામાં કમ્પાઉન્ડ બાંધકામ થતુ અટકાવવા માગ

વલસાડ નજીક આવેલા ભાગડાવડા કોસંબા વચ્ચે 350 વર્ષ જૂના રામજી મંદિરનું નવનિર્માણ થઇ રહ્યું છે તેમાં કમ્પાઉન્ડની દિવાલના બાંધકામનો વિવાદ ઉઠ્યો છે.સ્થાનિક ગ્રામજન મહિલાઓએ આ મામલે આક્રોશપૂર્વક વિરોધ ઉઠાવી કમ્પાઉન્ડના બાંધકામને અટકાવવા પચાયતના તલાટી સમક્ષ મુદ્દો ઉપાડતા મામલો ગરમાયો છે.જો કે બીજી તરફ મંદિરના કર્તાહર્તાઓ દ્વારા આ અંગે પંચાયત અને ગામના આગેવાનોને સૌને લઇને કામ કરવામાં આવ્યું હોવાનો દાવો કરાયો છે.

વલસાડને અડીને આવેલા ભાગડાવડા ગામે કોસંબા નજીકની હદ પાસે આવેલું રામજી મંદિર અયોધ્યા મંદિરની પ્રતિકૃતિ સમાન તૈયાર કરાઇ રહ્યું છે.આ મંદિર સંકુલ પાસે કમ્પાઉન્ડની દિવાલનું બાંધકામ હાથ ધરાતા આ જગ્યાનો વારતહેવારે તેઓ ઉપયોગ કરે છે અને સરકારી હોવાના મુદ્દા સાથે આસપાસમાં રહેતા ગ્રામજનોએ વાંધો ઉઠાવ્યો છે.શ્રીરામ આદિવાસી વિકાસ મંડળના સ્થાનિક કાર્યકર મહિલાઓ,ગ્રામજનોએ શનિવારે પંચાયતના તલાટી સમક્ષ મંદિર પાસે કમ્પાઉન્ડની દિવાલના બાંધકામને અટકાવવા માગ કરતા વિવાદ સર્જાયો છે.

ગ્રામજનોએ કલેકટરને પણ અનુરોધ કરી આ મુદ્દે તેમને ન્યાય અપાવવા માગ કરી છે.જેમાં આ જમીન સરકારી હોવાથી તેમાં થતું બાંધકામ રોકી દેવા કલેકટર કાર્યવાહી કરે તેવી લાગણી દર્શાવી છે.જો કે મંદિરના કર્તાહર્તાઓ રામજી મંદિરના કમ્પાઉન્ડની દિવાલ માટે કોઇ ઝગડો કે પ્રશ્ન નથી,સૌના વિશ્વાસ સાથે પંચાયત અને આગેવાનો સાથે ચર્ચા વિચારણ કરી કામ કરાઇ રહ્યું હોવાનું જણાવ્યું હતો.જો કે સ્થાનિક મહિલાઓના વિરોધના કારણે હાલે મુદ્દો ગરમાયો છે.

વલસાડના ભાગડાવાડા ગામમાં આવેલા રામજી મંદિરની કમ્પાઉન્ડ વોલના બાંધકામને લઇને વિવાદ ઉભો થયો છે. શ્રી રામ આદિવાસી વિકાસ મંડળ દ્વારા આ દીવાલનું બાંધકામ બંધ કરાવવા માટે તલાટીને લેખિતમાં રજૂઆત કરી છે. જ્યારે બીજા પક્ષે આ મંદિરની કમ્પાઉન્ડ વોલ ગ્રામજનોની સમંતિથી અને ગ્રામજનોની સુવિધાને લઇને બનાવવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે.

શ્રી રામ આદિવાસી વિકાશ મંડળ, ભાગડાવાડાએ રામજીમંદિરની કમ્પાઉન્ડની દીવાલ ગેરકાયદેસર હોવાનું જણાવતા આજરોજ ભાગડાવાડા ગામના તલાટીને લેખિતમાં રજુઆત કરતા જણવ્યું હતું કે, વલસાડના ભાગડાવાડા ગામના જુના સર્વે નંબર 190 વાળી સરકારી તળાવની જમીન ઉપર રામજી મંદિરની ઉત્તર દિશાએ ગેરકાયદેસર રીતે કમ્પાઉન્ડ વોલનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જે બાબતે રેવન્યુ સત્તા તેમજ વહીવટી સત્તાના આધારે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ કરી હતી.

સામા પક્ષના જણાવ્યા મુજબ, કમ્પાઉન્ડ વોલ બનવવાની મજૂરી ગ્રામજનોની સમંતિ લઇ દીવાલનું બાંધકામ કરાવમાં આવ્યું છે. આ બાંધકામ મંદિરના અને ગ્રામજનોના હિત માટે છે. તેમ જણાવી રહ્યા છે. મંદિરનું બંધકાન લોકો પાસેથી દાન અને ફળો ઉઘરાવીને કરવામાં આવી રહ્યું છે. મંદિરના આયોજકો દ્વારા કમ્પાઉન્ડ વોલ ગ્રામજનોની મંજૂરીથી બનાવવામાં આવી રહી હોવાનું જણાવી રહ્યા છે. મીની અયોધ્યા મંદિર તરીકે જાણીતા મંદિરની કમ્પાઉન્ડ વોલ વિવાદમાં આવતા શહેરમાં ભારે ચર્ચા જગાવી છે.

તહેવારોમાં વિવિધ પ્રવૃત્તિ કરતા આવ્યાં છે
આ ખુબ જૂનુ રામજી મંદિર છે.આ જગ્યાએ સરકારી જગ્યામાં કમ્પાઉન્ડ દિવાલનો અમો વિરોધ કરીએ છીએ.આ જગ્યાએ અમો સ્થાનિક મહિલાઓ તથા કોસંબાના ગ્રામજનો પણ વિવિધ વારતહેવારે પૂજા વિગેરે વિવિધ પ્રવૃત્તિ કરતા આવેલા છે. ગેરકાયદે બાંધકામ માટે વિરોધ કરીએ છીએ.અમો કલેકટરને અનુરોધ કરીએ છીએ અને આ મુદ્દે ન્યાય મળે તેવી આશા સેવીએ છીએ. > જાગૃતિબેન પટેલ,ગ્રામજન,ભાગડાવડા

​​​​​​​સૌને વિશ્વાસમાં લઇને કામ કરાયું છે
મંદિર કમ્પાઉન્ડની દિવાલ પંચાયતની મંજૂરી અને ગામના લોકોને વિશ્વાસમાં લઇને બનાવી રહ્યા છે.3 વાર બેઠક કરી બધાને સમજાવ્યા હતા.સ્થાનિકોની માગ છે કે અહિ એક વૃક્ષ છે તે સ્થાનિકોના રિતરિવાજ માટે છે.જે ખુલ્લી જગ્યામાં પેવર બ્લોક લગાવ્યા છે તે અંગે ઠરાવ કરાયો છે.જે લોકપયોગ માટે જ છે.ખુલ્લી જગ્યામાં રામકથા જેવા કાર્યક્રમના ઉપયોગ માટે છે અને નવરાત્રિ,ગણપતિ જેવા પર્વે પ્રસંગો બંધ કરવાનું કોઇ આયોજન નથી. > ચીમનભાઇ ટંડેલ,સભ્ય,મંદિર બાંધકામ સમિતિ

દિવાલ સૌના સહકારથી તૈયાર થઇ રહી છે
મંદિરના કમ્પાઉન્ડની દિવાલનો પ્રશ્ન છે,તે ગ્રામજનો અને આગેવાનો સાથે મળીને તૈયાર થઇ રહી છે.વર્ષોથી બધાના સહયોગથી આ મંદિર બની રહ્યું છે તેમાં કોઇ વિવાદ નથી.મંદિર પાછળનો બ્લોક બધા માટે છે.કોઇ ઝગડો નથી.જેમનો આવો કોઇ વિચાર હોય તો સાથે બેસીને વાત કરીશું.દિવાલ મુદ્દે મારી સાથે વાત કરી શકે છે.સાધુ સૌ સમાજનો હોય છે. > કિશોરીદાસ મહારાજ,મહંત,રામજી મંદિર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો