સેમિનાર:વલસાડમાં કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થતા અટકાવવા ચર્ચા

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની સાથે વહીવટી તંત્રનો સેમિનાર યોજાયો

કોરોના મહામારીમાં બીજા વેવમાં અતિ ભયંકર પરિણામોનો સમગ્ર દેશ સામનો કરી રહ્યો છે, ત્યારે આગામી સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત ન થાય તેના આયોજન માટે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા આયોગના સચિવ પી.બી ઠાકરની અધ્યક્ષતામાં મીટિંગ કમ સેમિનાર યોજાયો હતો. આ બેઠકમાં સચિવે કોરોનાની આગામી ત્રીજી લહેરમાં જો બાળકો સંક્રમિત થાય તો તે બાળકોની સારવાર માટે તથા તેમના હોમ ક્વોરોનટાઇન માટે કઇ કઇ વ્યવસ્થાઓ કેવી રીતે ગોઠવાશે, તેના વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

જેમાં આયોગના દિપક જોષી અને શતાબ્દીબેન પાંડેએ ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ તમામ તા.પં.ના પ્રમુખ અને ઉપ પ્રમુખની હાજરીમાં જિલ્લાના તાલુકા કક્ષાના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓની સાથે સંકલન અને ચર્ચા કરી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્‍કાબેન શાહ, જિલ્લા પુરવઠા અધિકારી વી.સી.બાગુલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી બી.પી.ચુડાસમા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જે.એમ.પંચાલ, જિલ્લા બાળ કલ્‍યાણ સમિતિના ચેરપર્સન સોનલબેન સોલંકી તથા વલસાડ સીડબ્લ્યુસીના મેમ્બર હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...