તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત આપો:પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ ન મળતા વેપારીઓમાં નિરાશા

વલસાડ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધંધા ચોપટ થયા છતાં જીએસટી 18 ટકા યથાવત જેમાં રાહત જરૂરી, રિબેટ આપી જીએસટી12 ટકા કરવા મુદ્દો ઉઠાવ્યો હતો

છેલ્લા દોઢ વર્ષ દરમિયાન લોકડાઉન, સ્વૈચ્છિક, આંશિક જેવા તમામ પ્રતિબંધક આદેશોનો અમલ કરતા નાના મોટા ધંધા વ્યવસાય કરનારા વેપારીઓની હાલત કફોડી બની છે. તમામ પ્રકારના નાના મોટા વેપારીઓ માટે કોઇ રાહત ન મળતાં નિરાશા ફેલાઇ છે. સરકારે કોરોના કાળમાં બેહાલ બનેલા હોટલ રેસ્ટોરન્ટ સંચાલકોને પ્રોપર્ટી ટેક્સ અને વિજળી બિલના ફિક્સ ચાર્જમાં આપેલી રાહતના પગલે નાના મોટા વેપારીઓમાં પણ આવા ટેક્સમાંથી મુક્તિની માગ ઉઠી છે.આ સાથે જીએસટીની ટકાવારીમાં પણ રાહત આપવાનો મુદ્દો સપાટી પર આવ્યો છે.

વલસાડ જિલ્લામાં વલસાડ, ધરમપુર, પારડી, વાપી, ઉમરગામ જેવા ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ધંધા વ્યવસાય છેલ્લા દોઢ વર્ષથી મૃત:પાય જેવી હાલતમાં પહોંચી ગયા છે.કોરોના કાળમાં લોકડાઉન,આંશિક લોકડાઉનના કારણે દૂકાનો સતત બંધ રહી હતી.વેપારીઓએ સરકારના પગલાંઓ સાથે કદમ મિલાવી સ્વૈચ્છિક લોકડાઉન પણ જાહેર કરી કોરોના સંક્રમણ ઘટાડવા માટે સહયોગી વલણ અપનાવ્યું હતું.આ કપરા સમયમાં વેપારીઓની આવક બંધ થઇ જતાં પરિવારજનો અને દૂકાનમાં કામ કરતાં કર્મચારીઓના પગાર,લાઇટબિલ,ફોન બિલ,દવા,માંદગી સહિતના ફિક્સ ખર્ચાના ભારણથી ઘરની મૂડી પણ સાફ થઇ ગઇ છે.

દરમિયાન હાલે જ હોટલ અને રેસ્ટોરન્ટને સરકારે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપી છે.જેને લઇ વેપારી આલમમાં પણ મુક્તિની માગણી ઉઠી છે.નાના મોટા વેપારીઓને પણ પ્રોપર્ટી ટેક્સમાં સરકાર મુક્તિ જાહેર કરે તો વર્તમાન સમયમાં મોટી રાહત ગણાય તેમ છે.

લોકડાઉનમાં હજારો વેપારીઓના રોજગાર છીનવાઇ ગયા
કોરોના સંક્રમણને વધુ ફેલાતો રોકવા માટે સરકારે લોકડાઉન માટે જે પણ જાહેરનામા બહાર પાડ્યા તેમાં તમામ વેપારી આલમે દૂકાનો ધંધા વ્યવસાય બંધ રાખવા પડ્યા હતા.જેમાં હજારો વેપારીઓના રોજગાર છીનવાઇ ગયા અને દૂકાનોમાં કામ કરતા ઘણા કર્મચારીઓની નોકરી ગઇ હતી.

દૂકાનો બંધ છતાં કર્મીને પગાર આપ્યો
લોકડાઉન હોય કે આંશિક અથવા સ્વૈચ્છિક લોકડાઉન જેવા તમામ પગલાં સમયે વેપારીઓની દૂકાનો બંધ રહેવા સાથે જનજીવન ઠપ થઇ ગયું હતું. જેમાં વેપાર ધંધાની કમર તૂટી ગઇ હતી. દૂકાનોમાં કામ કરતા કર્મચારીઓના પરિવારના ભરણ પોષણ માટે વેપારીઓએ પોતાની મૂડીમાંથી પગાર ચૂકવી આર્થિક ભારણ વેઠ્યું છે ત્યારે સરકારે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવી જોઇએ તેવી લાગણી વેપારી આલમમાં ઉઠી છે.

નાના વેપારીઓની તો આર્થિક કમર તૂટી
લોકડાઉનમાં છેલ્લા દોઢ વર્ષથી ધંધા વેપાર ખતમ થઇ ગયા છે.જાહેરનામા મુજબ સમય મર્યાદા સાથે ક્યારેક દૂકાનો ખુલ્લી રાખી તો ક્યારેક બંધ રાખવાના પ્રતિબંધક આદેશોનો વેપારીઓએ ચૂસ્ત પાલન કર્યો છે.હવે વેપારીઓ આર્થિક કમર તૂટી ગઇ છે ત્યારે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવી જોઇએ.સરકાર બધાને સમાનતાની દષ્ટિએ ન્યાય આપે તેવી માગ છે. -રાજૂભાઇ ડાંગર, વેપારી, મહામંત્રી,જનજાગૃતિ વિકાસ મંચ

18 ટકા સુધીનું જીએસટી પડતા પર પાટુ સમાન, ટકાવારી ઘટે તો થોડી રાહત મળે
હાલમાં ધંધા વ્યવસાય છેલ્લા દોઢ વર્ષથી મરણપથારીએ છે ત્યારે જીએસટીમાં સરકારે વેપારીઓને રાહત આપવી ખુબ જરૂરી છે.હાલે જીએસટી મહત્તમ 18 ટકા સુધી છે જેમાં રિબેટ આપી 12 ટકા કરવો જોઇએ.જીએસટી રિટર્ન ભરવાનું ચૂકી જવાય તો રૂ.500ની પેન્લટી ભરવી પડે.આવા વિકટ સમયે આ ખર્ચાઓ કેવી રીતે કાઢવા તે વેપારીઓ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે. -ઠાકોરભાઇ પટેલ, વેપારી

અન્ય સમાચારો પણ છે...