રાજકારણ:જિલ્લાની 5 બેઠક પર દિવ્યાંગ મતદારો 9621,5, આ તમામ મતદાન મથકોનું દિવ્યાંગો જ સંચાલન કરશે

વલસાડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

વલસાડ જિલ્લામાં 1392 મતદાન મથકો પર 13,26,460 મતદારો મતદાન કરનાર હોવાથી વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે ત્યારે જિલ્લાના 9621 દિવ્યાંગ મતદારો માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અલાયદી વ્યવસ્થા માટે 5 મતદાન મથક દિવ્યાંગ સંચાલિત રહેશે જિલ્લામાં દિવ્યાંગ (PWD- Person with Disability) કર્મચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથકોની કુલ સંખ્યા 5 છે. આ પાંચેય વિધાનસભા બેઠક પર એક-એક મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું છે.

જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે દિવ્યાંગ (PWD) મતદારો માટે અલગ લાઈનની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરીયાત મુજબના મતદાન મથકોએ વ્હીલચેર, પ્રોપર સાઈન બોર્ડ, પોસ્ટર વિગેરની વ્યવસ્થા કરાશે. વલસાડ જિલ્લાની પાંચેય વિધાનસભા સીટ પર 9621 દિવ્યાંગ મતદારો પણ મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રવણ ક્ષતિ કે વાણી અંગે વિકલાંગતા ધરાવતા મતદારોને મતદાનના દિવસે કોમ્યુનિકેશન કરવામાં કોઈ મુશ્કેલી ન થાય તે માટે સાઈન લેન્ગવેજના જાણકાર અને ધરમપુર બીઆરસી ભવનની 2 શિક્ષિકાની પણ સહાયક તરીકે જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમમાં નિમણૂક કરવામાં આવી છે

વધુ દિવ્યાંગ મતદારો 2751 ધરમપુર સૌથી ઓછા 1431 વલસાડ વિભાગમાં
વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર સૌથી વધુ 178- ધરમપુર બેઠક પર 2751 દિવ્યાંગ મતદારો છે. જ્યારે 179- વલસાડ વિધાનસભા સીટ પર સૌથી ઓછા 1431 દિવ્યાંગ મતદારો છે. 182- ઉમરગામ બેઠક પર 2281, 180- પારડી સીટ પર 1703 અને 181- કપરાડા બેઠક પર 1455 દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...