• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In 9 Dilapidated Villages Of Pardi Taluka Of Valsad District Rs. 25 Roads Will Be Constructed At A Cost Of 18 Crores, Signed By Finance Minister Kanubhai Desai

ખાતમુહૂર્ત:વલસાડના પારડી તાલુકામાં જર્જરિત બનેલા 9 ગામમાં 18 કરોડના ખર્ચે 25 રસ્તાઓનું નિર્માણ કરાશે

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના અટલ બ્રિજ જેવો જ બ્રિજ પારડીમાં 10 કરોડના ખર્ચે બનનાર હોવાથી પ્રવાસન સ્થળોના વિકાસની સાથે સ્થાનિકોને રોજગારી પણ મળશેઃ નાણામંત્રી કનુભાઈ દેસાઈરૂ. 20 કરોડના ખર્ચે બનનાર પારડી સાયન્સ કોલેજનું ખાતમુહૂર્ત રવિવારે નાણામંત્રીશ્રીના હસ્તે થશે.રસ્તાની સાથે સાથે પાકી ગટરની સુવિધા પણ આપવામાં આવી રહી છે. કોસ્ટલ હાઈવે પણ પહોળો કરવામાં આવશે. ગતિશીલ સરકારમાં વિકાસના અનેક વિધ કાર્યો થઈ રહ્યા છે જેમાં સૌના સાથ અને સહકારની જરૂર છે. અંતે મંત્રીશ્રીએ નવરાત્રિ અને દિવાળીની શુભકામનાઓ પાઠવી સૌને વધુમાં વધુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો.

પારડી તાલુકા સહિત દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને લઈને પારડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની જોડતા 25 જેટલા મુખ્ય માર્ગો જર્જરિત બન્યા હતા. રાજ્ય સરકારે પારડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જર્જરિત બનેલા વિવિધ રસ્તાઓ માટે વિશેષ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. જેને લઈને આજ રોજ પારડીના ધારાસભ્ય અને રાજ્ય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પારડી તાલુકામાં 9 ગામોના જર્જરિત બનેલા 25 મુખ્ય રસ્તાઓ માટે 18 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રસ્તાના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉમરસાડી ખાતે નાણાં મંત્રીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

આગામી દિવસોમાં પારડી તાલુકાના વિવિધ ગામોમાં પ્રવાસન સ્થળોને જોડતા રસ્તા અને અમદાવાદના અટલબ્રિજ જેવો જ બ્રિજ પણ બનવા જઈ રહ્યો છે, જેનાથી પ્રવાસનને તો વિકાસ મળશે જ પણ સાથે સાથે સ્થાનિક લોકોને રોજગારી પણ મળશે. શિક્ષણ ક્ષેત્રે પણ સરકાર સતત પ્રયત્નશીલ હોવાથી તા. 2જી ઓક્ટોબરે રવિવારે રૂ. 20 કરોડના ખર્ચે તૈયાર થનારી પારડી સાયન્સ કોલેજનું ખાતમુહૂર્ત પણ કરાશે. એમ ઉમરસાડી ગામના દેસાઈવાડ ખાતે મોહનેશ્વર મંદિરના પટાંગણમાં પારડી તાલુકાના 9 ગામમાં રૂ. 18 કરોડના ખર્ચે બનનારા 25 રસ્તાના કામના ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

વધુમાં મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં સૌ પ્રથમ ફલોટીંગ જેટ્ટી રૂ. 30 કરોડના ખર્ચે પારડીમાં બની રહી છે. જેટકોની કચેરી પાસે હાલમાં અમદાવાદ ખાતે વડાપ્રધાનના હસ્તે ખુલ્લા મુકાયેલા અટલબ્રીજ જેવો જ બ્રીજ રૂ. 10 કરોડના ખર્ચે નિર્માણ થનાર છે. પલસાણા ગામના ગંગાજી મંદિરને જોડતો રસ્તો પણ બની રહ્યો છે. આ વિવિધ વિકાસ કાર્યોને પગલે પર્યટન સ્થળોને વેગ મળશે. આરોગ્ય ક્ષેત્રે પણ ગ્રામજનોને સુદઢ સેવા મળી રહે તે માટે ઉમરસાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રૂ. 15 લાખની એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું છે. પીએચસીમાં ઉપર ડોક્ટર રહી શકે તે માટે 21 લાખના ખર્ચે મકાન બનાવાયું છે.

રસ્તાની સાથે સાથે પાકી ગટરની સુવિધા પણ આપવામાં આવી રહી છે. કોસ્ટલ હાઈવે પણ પહોળો કરવામાં આવશે. ગતિશીલ સરકારમાં વિકાસના અનેક વિધ કાર્યો થઈ રહ્યા છે જેમાં સૌના સાથ અને સહકારની જરૂર છે. અંતે મંત્રીશ્રીએ નવરાત્રિ અને દિવાળીની શુભકામનાઓ પાઠવી સૌને વધુમાં વધુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો.

આ પ્રંસગે પારડી તાલુકા સંગઠનના પ્રમુખ મહેશભાઈ દેસાઈએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના અધ્યક્ષ મુકેશભાઈ એન.પટેલ, પારડી તાલુકા પંચાયતના પ્રમુખ મિતલબેન પી. પટેલ, જિલ્લા પંચાયતની ઉમરસાડી બેઠકના સભ્ય દિવ્યાબેન વી.પટેલ, તાલુકા પંચાયતના સભ્ય કિરણબેન, સુખેશ ગામના સરપંચ પુનિતભાઈ સહિત ઉમરસાડી અનાવિલ પ્રગતિ મંડળ મુંબઈના હોદ્દેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...