તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:હાઇવે ઉપર ડીઝલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, MPના આરોપીની સંડોવણી

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1.69 લાખનું ડીઝલ કબજે, એક આરોપીની પોલીસે ધરપકડ કરી

હાઇવે ઉપર ટ્રકો અને ટેન્કરોની ટાંકીમાંથી ડીઝલની ચોરી કરતી ગેંગ એલસીબીએ ઝડપી પાડ્યું છે. ગેંગના 1 ઇસમને ઝડપી પાડ્યો હતો જ્યારે મૂળ એમપીના અને હાલે બારડોલી બાજીપુરામાં રહેતા 3 આરોપી ટ્રકમાંથી કૂદીને ફરાર થઇ ગયા હતા.

એલસીબી પીઆઇ જે. એન. ગોસવામીની ટીમેે એક મહત્વની બાતમીના આધારે ડુંગરી હાઇવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન સોનવાડા નજીક મુંબઇથી સુરત જતાં ટ્રેક ઉપર નવા બની રહેલા બ્રિજ સર્વિસ રોડ ઉપરથી પસાર થઇ રહેલી એક ટ્રકને રોકવા ઇશારો કરતા 4 ઇસમો ટ્રકમાંથી કૂદીને રોડની બાજૂના ખેતરો ભાગી ગયા હતા, જ્યારે 1 ઇસમ સોહેલખાન મોહમદખાન મન્સુરી, ઉ.22, રહે.મજૂરી, મૂળ રહે.મકસી, ઢોરના દવાખાના પાસે થાના મકસી, તા. જી. શાજાપુર, એમપીનાને ઝડપી લવાયો હતો.પોલીસે ટ્રકની ઝડતી લેતાં તેમાં 51 કેરબા જોવા મળ્યા હતા, જેમાં કુલ 1785 લીટર ચોરીનું ડીઝલ મળી આવ્યું હતું.

ભાગી છુટેલા આરોપીઓ બારડોલીના

  • વિનોદ પરમાર,મૂળ રહે.ગઢરોલી, રહે.મકસી,તા.જી.ગઢરોલી એમપી, હાલ રહે.બાજીપુરા,બારડોલી
  • આબિદખાન રફીકખાન, રહે.મકસી, તા.જી.સાજાપુર, એમપી, હાલ રહે.બાજીપુરા,બારડોલી
  • પરવેઝખાન રફીકખાન મૂળ રહે.મકસી, તા. જી.સાજાપુર, એમપી, હાલ, રહે. બાજીપુરા,બારડોલી
  • જાવેદ ઝાકીર મન્સુરી, રહે, મકસી, તા.જી.સાજાપુર, એમપી, હાલ, રહે. બાજીપુરા,બારડોલી

ડીઝલ બારડોલીના રામલાલને પહોંચાડતા
એલસીબી દ્વારા પકડાયેલા આરોપી સોહેલખાનની પૂછપરછમાં જાણવા મળ્યા મુજબ આરોપીઓ હાઇવે ઉપર પાર્ક કરવામાં આવતી ટ્રકોમાંથી ડીઝલની ટાંકીમાંથી ડીઝલ ચોરી લેતા હતા.ત્યારબાદ આ ચોરીના ડીઝલનો જથ્થો કેરબામાં ભરી બારડોલીના બાજીપુરામાં રહેતા રામલાલ નામના ઇસમને આપતા હતા.

અન્ય સમાચારો પણ છે...