દુર્ઘટના ટળી...:વલસાડ ઉદવાડા રેલવે સ્ટેશન નજીક 2 ગૌવંશ આવી જતા અગસ્ત ક્રાંતિ એક્સપ્રેસના જનરેટર કોચનું ડિઝલ ટેન્ક લીક

વલસાડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ રેલવે સ્ટેશન ખાતે રીપેરીંગ કામગીરી હાથ ધરી
  • 2 કલાકની ભારે જહેમત બાદ બીજો જનરેટર કોચ લગાવી ટ્રેનને આગળ રવાના કરાઈ

મુંબઈથી દિલ્હી વચ્ચે દોડતી અગસ્ત ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનની આગળ ઉદવાડા રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક ઉપર 2 ગૌ વંશ આવી ગયા હતા. જેને લઈને બંને ગૌ વંશ ટ્રેનની અડફેટે આવી જતા બંને ગૌ વંશના મોત નિપજ્યા હતા. અગસ્ત ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનના એન્જીન પાછળ આવેલા જનરેટર કોચ (WLRRM)ના ડીઝલ ટેન્કમાં લીકેજ થયું હતું. વલસાડ રેલવે સ્ટેશન ખાતે 2 કલાકની ભારે જહેમત બાદ ડીઝલ ટેન્કનું લીકેજ રીપેર ન થતા અન્ય જનરેટર કોચ જોડી ટ્રેનને આગળની યાત્રા માટે રવાના કરવામાં આવી હતી. મુંબઈથી અગસ્ત ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં યાત્રા કરી રહેલા તમામ યાત્રીઓ સુરક્ષિત રહેતા રેલવે વિભાગે હાશકારો મેળવ્યો હતો.

મુંબઇ દિલ્હી વચ્ચે દોડતી અગસ્ત ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે ઉદવાડા રેલવે સ્ટેશન આગળ ટ્રેનની અડફેટે 2 ગૌ વંશ આવી ગયા હતા. જેને લઈને અગસ્ત ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનના એન્જીનના પાછળ આવેલા જનરેટર રૂમના ડીઝલ ટેન્કમાં લીકેજ થઈ હતી. ટ્રેનના પાયલોટ બનાવ અંગે રેલવે કંટ્રોલ રૂમ અને વલસાડ રેલવે સ્ટેશન મસ્તાનને જાણ કરી હતી. વલસાડ રેલવે સ્ટેશન ખાતે 19:51 કલાકે ટ્રેન આવી પહોંચી હતી. જ્યાં વલસાડ ખાતે અગસ્ત ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનના જનરેટર રૂમ માં ચેક કરતા જનરેટર રૂમના ડીઝલ ટેન્કમાં લીકેજ જોવા મળ્યું હતું. રેલવેના કારીકારો દ્વારા લિકેઝ રીપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લિકેઝ રીપેર ન થતા છેપટે અન્ય જનરેટર કોચ લગાવી 21:55 કલાકે ટ્રેનને વલસાડ રેલવે સ્ટેશનથી રવાના કરવામાં આવી હતી. અગસ્ત ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનના તમામ યાત્રીઓ સુરક્ષિત રહેતા રેલવે વિભાગે હાશકારો મેળવ્યો હતો.

ઉદવાડા રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક ઉપર ગૌ વંશ ક્યાંથી આવ્યા તેની તપાસ રેલવે વિભાગ દ્વારા કરવામાં આવશે. રેલવે ટ્રેન નજીક ટ્રેનના સમયે ગૌ વંશ આવી જતા ગૌ વંશના જીવ ગુમાવ્યા છે. અગસ્ત ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનના જનરેટર રૂમની ડીઝલ ટેન્કને નુકશાની પહોંચી હતી. જેને લઈને રેલવે પોલીસ દ્વારા બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવશે.