વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી. તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને 15માં નાણાં પંચની 2.35 કરોડના કામોના અને સ્ટેમ્પ ડ્યુટીના કામો માટે સામાન્ય સભા મળી હતી. જેમાં ધરમપુર તાલુકાના તમામ બેઠક ઉપર 15માં નાણાં પંચાયત વિવિધ વિકાસના કામોની જોગવાઈ કરવા માટે તાલુકા પંચાયતના સભ્યોની સામાન્ય સભા બોલાવી હતી. જેમાં દરેક સભ્યો પાસેથી તેમના વિસ્તારના વિકાસના આયોજન અંગે વિગત મેળવવામાં આવી હતી. તાલુકા પંચાયતના વિવિધ વિસ્તારોમાં રસ્તા, પાણી, લાઈટ, શાળા, કોલેજ, PHC સહિતના વિકાસના કામોનું આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડ તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પંચાયતના હોલ ખાતે મળી હતી. ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ રમીલાબેન ગાવીતના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયતની સામાન્ય સભા TDO મહેન્દ્ર હાથીવાલાએ બોલાવી હતી. તાલુકા પંચાયતના ચૂંટાયેલા 28 સભ્યો પૈકી 27 સભ્યોએ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં હાજરી આપી હતી. જેમાં 15મા નાણાં પંચમાંથી 2.35 કરોડની ગ્રાન્ટમાંથી તાલુકા પંચાયતના સભ્ય દીઠ ગ્રાન્ટના રૂપિયાની ફાળવણી કરીને સભ્યો પાસેથી આયોજન મંગાવવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતની સામાન્ય સભામાં જાગીરી આશ્રમ શાળામાં એક વિદ્યાર્થીને કરંટ લાગવાથી બનેલી મોતની ઘટનામાં તાલુકા પંચાયત દ્વારા ક્યાં લેવલ ઉપર તપાસ કરવામાં આવી અને ખડકી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો તે બાબતે તાલુકા પંચાયતના શિક્ષણ વિભાગે કેટલી તપાસ કરી તે મુદ્દે અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે જરૂરી રજૂઆતો કરી હતી. તાલુકા પંચાયતમાં આગામી બજેટ પહેલા વિકાસના કામના આયોજન અંગે મળેલી સામાન્ય સભામાં આયોજનના તામામ કામોની યાદી સભ્યો પાસેથી મંગાવી લીધી હતી. જ્યારે સ્ટેમ્પ ડ્યૂટીની 16 લાખની ગ્રાન્ટમાંથી તાલુકા પંચાયત કચેરીના રિપેરીંગ અંગે આયોજન કરવામાં આવ્યું હતું.
તાલુકા પંચાયતની સામાન્ય સભા પૂર્વે કવરેજ કરવા ગયેલા પત્રકારોને TDOએ સામાન્ય સભામાં હોલમાંથી બહાર જવાનું જણાવતા હોબાળો મચ્યો હતો. પત્રકારોએ જિલ્લા કલેક્ટર અને DDOને ટેલિફોનિક ફરિયાદ કરતા DDOએ TDOને ફોન કરીને પત્રકારોને કવરેજ કરતા અટકાવવા અંગે ફટકાર લગાવી હતી. જે બાદ ધરમપુર TDOએ પત્રકારોને કવરેજ કરવા આમંત્રણ આપતા પત્રકારોમાં TDOની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. જે બાદ TDOએ તમામ પત્રકારોની માફી માંગતા મામલો થાળે પડયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.