વલસાડ જિલ્લાની ધરમપુર પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે નાની વાહિયાળથી ટેમ્પમાં ગૌ વંશની તસ્કરી કરવાના હોવાની મળેલી બાતમીના આધારે ધરમપુર પોલીસે ધામણી ચેકપોસ્ટ પાસેથી ટેમ્પોને અટકાવવા જતા ટેમ્પો મુકીની ભાગી રહેતા એક તસ્કરને ઝડપી પાડ્યો હતો. તે કેસમાં ધરમપુરની એડિશનલ સેશન્સ કોર્ટમાં આરોપીએ જેલમાંથી મુક્ત થવા કરેલી રેગ્યુલર જામીન અરજી ઉપર DGP રાજેશભાઈ ગાંધીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખીને ધરમપુરની એડિશનલ સેશન્સ કોર્ટના જજ અશોક શર્માએ જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
વલસાડ જિલ્લાની ધરમપુર પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં 15 ફેબ્રુઆરીના રોજ પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન મળેલી બાતમીના આધારે નાની વાહિયાળ ખાતેથી એક ટેમ્પો ન. GJ-15-UU-5055માં ગૌ વંશની તસ્કરી કરી મહારાષ્ટ્ર ખાતે કતલખાને લઈ જવાના હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે ધરમપુર પોલીની ટીમે બાતમીવાળા ટેમ્પોની ધામણી ચેકપોસ્ટ ઉપર વોચ ગોઠવી હતી. જે દરમ્યાન બતમીવાળો ટેમ્પો આવતા ટેમ્પો ચાલકને ટેમ્પો અટકાવવાનો ઈશારો કરતા પોલીસથી દૂર ટેમ્પો ઉભો રાખીને નજીકમાં આવેલા જંગલમાં ભાગવાનો પ્રયાસ કરતા ટેમ્પો ચાલક તુલસીરામ જાનેભાઈ મુહરા ને ઝડપી પાડ્યો હતો. જ્યારે ક્લીનર ભાવરભાઈ કેશવભાઈ હાથ ન લાગતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. ટેમ્પમાંથી પોલીસે 3 ગૌ વંશ મળી આવ્યા હતા. તે કેસમાં ઝડપાયેલા આરોપી તુલસીરામ જાનેભાઈ મુહરાએ ધરમપુરની એડિશનલ સેશન્સ કોર્ટમાં જેલમાંથી મુક્ત થવા જામીન અરજી રજુ કરી હતી. જે અરજી ઉપર DGP રાજેશભાઇ ગાંધીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખીને ધરમપુરની એડિશનલ સેશન્સ કોર્ટના જજ અશોક શર્માએ જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.