એક જ દિવસે રમાતી રમત:વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે દિવાસાના દિવસે ટપ્પા નારિયળની રમત રમી દિવાસા પર્વની ઉજવણી કરી

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રમત નિહાળવા દૂર દૂરથી લોકો ધરમપુર પહોંચ્યા

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં શ્રાવણ માસશરૂ શરૂથવાના આગલા દિવસે દિવાસાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ધરમપુરના સમડી ચોક ખાતે તાલુકાના વ્યક્તિઓ એકત્રિત થઈને ટપ્પા નારિયળની રમત રમીને દિવાસા પર્વની વર્ષોથી ઉજવણી કરતા આવ્યા છે. આ રમતમાં 2 સ્પર્ધકો રમતમાં ભાગ લેતા હોય છે. જેમાં એક સ્પર્ધકે તેનું નારિયળ હથેળીમાં પકડી રાખવાનું રહે છે. અને બીજો સ્પર્ધક તેના નારિયળ વડે સામે વાળા સ્પર્ધકના નારિયળ ઉપર વાર કરે છે. જેનું નારિયળ ફૂટી જાય તે સ્પર્ધક હારી ગયેલો જાહેર કરવામાં આવે છે. ધરમપુર ખાતે દિવસ દરમ્યાન આ રમત રમતી રહે છે.

વર્ષમાં અષાઢી અમાસના દિવસે જ રમત રમવામાં આવે છે
વલસાડના ધરમપુરમાં આજે અષાઢી અમાસની આદિવાસી પરંપરા મુજબ ખાસ ઉજવણી કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ટપ્પા નારિયેળની રમત રમી દિવાસાની હોંશભેર ઉજવણી કરતા હોય છે. વર્ષોથી ધરમપુરમાં આદિવાસીઓ ટપ્પા નારિયેળની રમત રમે છે. ખાસ દિવાસાના દિવસે રમાતી આ રમતમાં ધરમપુરમાં હજારોની સંખ્યામાં નારિયેળ વેંચાતા હોય છે.

દિવાસાના તહેવાર અંગે સ્થાનિક લોકોનું કહેવું છે. કે ધરમપુરમાં રાજાશાહી વખતથી આ રમત રમાય છે. જેમાં આદિવાસી લોકો બજારના મુખ્ય એવા સમડી ચોક ખાતે એકઠા થઇ નારિયેળની લારીઓ પરથી નારિયેળની ખરીદી કરી એકબીજા સાથે નારિયેળને અથડાવી નારિયેળ ફોડે છે. જેમાં જેનું નારિયેળ ફૂટી જાય તેણે પોતાનું નારિયેળ સામેવાળાને આપી દેવાનું હોય છે. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઇઓ બહેનો જોડાઇ આનંદ ઉલ્લાસથી ટપ્પા નારિયળની રમત રમે છે. આ વખતે પણ ધરમપુરના સમડી ચોક ખાતે વરસતા વરસાદમાં લોકોએ ઉત્સાહભેર આ નારિયેળ ટપ્પાની રમત રમી દિવાસાની ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...