તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંદિરો ખુલ્યા:વલસાડનું સુપ્રસિદ્ધ સાંઈ બાબા મંદિર સહિત તમામ મંદિરો ખુલતા ભક્તોએ દર્શન કર્યા

વલસાડ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વામિનારાયણ મંદિર, બરૂમલ મંદિર, તડકેશ્વર મહાદેવ, રામજી મંદિરમાં ભક્તો ઉમટ્યા
  • બે માસ બાદ મંદિરમાં ભગવાનના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી

કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન ચૈત્રી નવરાત્રિથી વલસાડ શહેરના તમામ ધાર્મિક સ્થળોને બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં વલસાડનું સુપ્રસિદ્ધ સાંઈ બાબા મંદિર સહિત તમામ મંદિરો ખુલતા ભક્તોએ દર્શન કર્યા છે. બે માસ બાદ મંદિરમાં ભગવાનના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી છે.

તમામ મંદિરોમાં ભક્તોએ ભગવાનના બે માસ બાદ દર્શન કર્યાં

રાજ્યમાં કોરોનાના કેસો ઘટતા રાજ્ય સરકારે 11 જૂનથી તમામ મંદિરો કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરીને મંદિરો ભક્તો માટે ખોલવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં વલસાડ શહેરના પ્રખ્યાત મંદિરોમાં પારનેરા ડુંગર, સાંઇબાબા મંદિર, સ્વામિનારાયણ, બરૂમલ મંદિર, તડકેશ્વર મહાદેવ, રામજી મંદીર સહિત તમામ મંદિરોમાં ભક્તોએ ભગવાનના બે માસ બાદ દર્શન કરી દુનિયામાં કોરોના મહામારી દૂર કરવાની પ્રાર્થના કરી હતી. સાથે ભક્તોએ લોકોને રસી મુકાવી અને કોવિડના તમામ નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...