તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Devotees Celebrate Jalaram Bapa's Birth Anniversary In An Atmosphere Of Peace And Simplicity In The Union Territory Including The District

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અસર:જિલ્લા સહિત સંઘપ્રદેશમાં શાંતિ અને સાદગી પૂર્ણ માહોલમાં ભક્તોએ જલારામ બાપાની જન્મ જયંતિ ઉજવી

વલસાડ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લાના જલારામ મંદિરમાં બાપાની 221મી જન્મ જયંતિની ઉજવણી હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને લઇ સાદગી પૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. વાપી ટાઉન વિસ્તારમાં જલા ભક્તોએ માત્ર પોતાના ઘરમાં પરિવાર સાથે પૂજા-અર્ચના કરી ઉજવણી કરી હતી. દર વર્ષની માફક આ વર્ષે ક્યાંય પણ મોટા પાયા ઉપર ઉજવણીનું આયોજન કરાયું ન હતું. દમણ ભીમપોર જલા મંદિરે સવારે કથા અને આરતીનું આયોજન કરી સાદગી પૂર્ણ કરી હતી. સેલવાસમાં કિલવણી નાકા નજીક,બાવીસા ફળિયા,રખોલી ગામે આવેલ જલારામ મંદિર નરોલી ગામે આવેલ જલાસાઈ મંદિર દાદરા જલારામ મંદિર ઉજવણી થઇ હતી. વલસાડના રામ રોટી ચોકના મંદિરે ભક્તોએ બાપાના દર્શન કર્યા હતાં. અહીં પણ સાદગીથી ઉજવણી થઇ હતી.

35 વર્ષમાં પ્રથમ વખત વાપી જલા મંદિરે મહાપ્રસાદ વિના ઉજવણી
વાપી હાઇવે પર આવેલાં જલારામ બાપાના મંદિરમાં જલારામ જયંતિના દિવસે દર વર્ષે 10 હજારથી વધુ ભાવિક ભકતો મહાપ્રસાદનો લાભ લે છે, પરંતુ આ વર્ષે સ્થિતિ અલગ છે. કોરોનાના કારણે જલારામ જયંતિની સાદાયથી ઉજવણી કરી હતી. માત્ર આરતી અને ગુંદી અને ગાંઠિયાનો પ્રસાદનું વિતરણ કરાયું હતું. કોરોનાના કેસો ન વધે તે માટે 35 વર્ષમાં પ્રથમ વખત મહાપ્રસાદનું આયોજન કરાયું ન હતું. સવારથી જ જલા ભક્તો સોશ્યિલ ડિસ્ટન્સિંગ સહિત કોવિદના નિયમોનું પાલન કરી જલા બાપાના દર્શન કર્યા હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો