ખાતમુહૂર્ત:વલસાડપારડીમાં 44 લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત થયું

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા સહિત તમામ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

વલસાડ નગરપાલિકા વિસ્તારમાં ધારાસભ્ય ભરતભાઈ પટેલ ના વરદ હસ્તે વલસાડ પારડી ખાતે રૂ.44 લાખના રસ્તા સહિત તમામ કામનુ ખાતમુહર્ત કરવામા આવ્યુ હતું. જેમા વલસાડ નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન અમીષભાઈ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન હિતેશ ભંડારી ઉપપ્રમુખ કિરણ ભંડારી, કરોબારી ચેરમેન છાયા પટેલ, વોટર વર્ક ચેરમેન ઉર્મિ દેસાઈ, ટીપી ચેરમેન હિતેશ રાણા, શહેર પ્રમુખ કંદર્પભાઈ દેસાઈ, યુવા પ્રમુખ મિહિર પાંચાલ તથા ગૌતમ દેસાઈ, ભાવેશ પટેલ, આશિષ દેસાઈ, અમીષ પટેલ, દર્શન પટેલ તથા વલસાડપારડીના આગેવાનો રહીશો હાજર રહયા હતા.આ કામો ટૂંક સમયમાં હાથ ધરાશે,જેના પગલે સ્થાનિકોની સમસ્યા હલ થશે.

અન્ય સમાચારો પણ છે...