તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર નિષ્ફળ:આરોગ્ય મંત્રી આવી ગયા છતાં વલસાડ જિલ્લામાં રેમડેસિવિરની અછત, 550 સામે માત્ર 250 જ છે

વલસાડ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • કોવિડના દર્દીમાં સતત વધારો અને જરૂરિયાત પણ વધતાં ટેન્શન
 • ખાનગી હોસ્પિટલના તબીબો પણ ઈન્જેકેશન મુદ્દે હાથ ઊંચા કરે છે
 • ખાનગી હોસ્પિટલોને ઇન્જેક્શન આપવા પર કાપ મૂકવાની ભીતિ

જિલ્લામાં રેમેડસિવિર ઇન્જેક્શનોનો જથ્થો સિવિલ દ્વારા ફાળવવાના સરકારના નિર્ણય બાદ વ્યવસ્થા ગોઠવાતાં ગાડુ ચાલી રહ્યું હતુ,તેમાં ઇન્જેક્શનો ઘટવા માડતાં ચિંતા ફેલાઇ છે.કોરોનાના નવા કેસો સતત વધતાં આ સમસ્યા સર્જાઇ રહી છે.ખાનગી હોસ્પિટલોની ડિમાન્ડને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ મારફત આ ઇન્જેક્શનો પહોંચાડવાની વ્યવસ્થા વચ્ચે હવે જથ્થો ખુટવા માડ્યો હોવાની ફરિયાદ ઉઠી રહી છે.શનિવારે રાજ્યના આરોગ્ય મંત્રી વલસાડની મુલાકાતે આવી ગયા છતાં રેમેડિસિવર ઈન્જેક્શનની અછત દૂર થઈ શકી નથી.

વલસાડની કોવિડ સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શનોનો જથ્થો સરકાર દ્વારા મોકલી દેવામાં આવી રહ્યો છે.અગાઉ ખાનગી હોસ્પિટલો,ડીલર્સ,મેડિકલ સ્ટોરમાંથી રેમડેસિવિર ઇન્જેક્શનો મળતા હતા,પરંતુ તેમાં કાળાબજારનો અજગરી ભરડો પેસી જતાં ભારે બુમરાણ મચી હતી.આ સમસ્યાના પગલે સરકારે રેમડેસિવિર ઇન્જેક્શનો વિતરણ માટે નવી ખાસ વ્યવસ્થા ઉભી કરી જે તે જિલ્લાની સિવિલ હોસ્પિટલોમાંથી જ આ ઇન્જેક્શનો વિતરણ કરવાનો નિર્ણય કર્યો હતો.

જેથી કોવિડના જે દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયા હોય તેમના માટે રેમડેસિવિર ઇન્જેક્શનોની જરૂર હોય તો ઇમેઇલ આઇડી ઉપર સવારે જાણ કરી દેવા સૂુચના આપી દેવામાં આવી હતી.આ વ્યવસ્થાના પગલે સિવિલ હોસ્પિટલોમાંથી મળતા રેમડેસિવિર ઇન્જેક્શનોનો જથ્થો પણ ઘટી જતાં ચિંતાનું વાતાવરણ ઉભું થયું છે. ખાનગી હોસ્પિટલોની ડિમાન્ડમાં પણ કાપ મૂકવાની નોબત આવી રહી છે. હાલમાં 500 થી 550 ઇન્જેક્શનનોની જરૂરિયાત સામે માત્ર 250થી 300 ઇન્જેકશનો મળતા સમસ્યા ઘેરી બનવાની ચિંતા ઉભી થઇ છે.

જો કે હાલે એડજસ્ટમેન્ટ કરી પ્રાયોરિટિ ધોરણે પણ દર્દીને રેમડેસિવિર અપાઇ રહ્યા છે. વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલ,પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઈ, ધરમપુરના અરવિંદભાઇ પટેલ, કપરાડાના જીતુ ચૌધરી તથા આદિજાતિ મંત્રી રમણભાઇ પાટકર સુધી તમામ જનપ્રતિનિધિઓએ સીએમ વિજય રૂપાણીને વલસાડ જિલ્લામાં રેમડેસિવિર,ઓક્સિજન જેવી કોવિડના દર્દીઓ માટેની જરૂરિયાત પૂરી પાડવા જણાવ્યુું હતું.જેના પગલે સિવિલને રેમડેસિવિર તથા ઓક્સિજન સપ્લાય નિયમિત મળતો હતો.

રેમડેસિવિર ઇન્જેકશનો હાલમાં ઓછા મળતાં ચિંતા વધી
એક હોસ્પિટલના કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે,ખાનગી હોસ્પિટલોમાં કોવિડના ગંભીર સિવાયના દર્દીઓનો કોઇ મોટો પ્રશ્ન નથી,પરંતું જે ગંભીર પ્રકારના દર્દી હોય તો તેને રેમડેસિવિર ઇન્જેક્શન આપવાની જરૂર પડે છે.પરંતુ હાલમાં ડિમાન્ડ સામે ઓછા ઇન્જેક્શનો મળતા ચિંતા વધી રહી છે.

કલેકટરે નવી સિસ્ટમ ગોઠવી છતાં રેમેડિસિવર મળતા નથી
કલેકટરે રેમડેસિવિર માટે ખાનગી હોસ્પિટલો માટે નવી સિસ્ટમ ગોઠવી છે. મેઇલથી હોસ્પિટલોને રેમડેસિવિર ઇન્જેકશનો અપાય છે, પરંતુ વાપી- પારડીની હોસ્પિટલમાં સમયસર ડિલિવરી મળતી નથી. જેના કારણે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા દર્દીઓને સમયસર રેમડેસિવિર મળતુ નથી. ઓછા સ્ટોકના કારણે આ સમસ્યા ઉદભવી રહી છે.હજુ સુધી પુરતો સ્ટોક મળી રહ્યો નથી. આગામી દિવસોમાં વિકટ સ્થિતિ ઊદભવી શકે છે.

સિવિલમાં બેડ ફુલ રહેતા જરૂરતમંદ દર્દીઓ વધુ
જિલ્લામાં સિવિલ હોસ્પિટલોને સરકાર રેમડેસિવિર ઇન્જેકશનો પૂરા પાડી રહી છે. પરંતું ખાનગી હોસ્પિટલોમાં દાખલ કોવિડના ગંભીર દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેકશનોનો જથ્થો પણ સિવિલના માધ્યમથી જ આપવાનો નિર્ણય કરાતાં આ જથ્થો ઓછો પડી રહ્યો છે.સિવિલમાં ઇન્જેક્શનો સરકાર પૂરો પાડી રહી છે,પરંતુ ખાનગી હોસ્પિટલોમાં પણ ઇન્જેકશનોની અછત સર્જાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો