તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વોરિયર્સનું નિધન:વલસાડની ભિલાડ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા નાયબ મામલતદારને કોરોના ભરખી ગયો

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર વર્ષની બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી
  • એક વર્ષ પહેલા જ નાયબ મામલતદારનું પ્રમોશન મળ્યું હતું

વલસાડ કોરોના મહામારીમાં છેલ્લા 1 માસ ઉપરાંતથી મુંબઈથી આવતા વાહનોના RTPCR ચેક કરવા અને તેઓના ચાલકોના RTPCR રીપોર્ટ ચકાસવાની જવાબદારી પોલીસ અને આરોગ્ય વિભાગને સોંપવામાં આવી હતી. કોઈ RTPCR રીપોર્ટ લીધા વિના આવતા હોય ત્યારે તેઓની ખરાઈ કરવાની જવાબદારી નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવી હતી. વલસાડના એક નાયબ મામલતદાર 10 દિવસ પહેલા સંક્રમિત આવતા સારવાર દરમિયાન શુક્રવારે મૃત્યુ થયું હતું. વલસાડ નાયબ મામલતદારનું મૃત્યુ થતા કર્મચારીઓમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી.

વલસાડ તાલુકાના કાપરી ગામમાં રહેતા યતીનભાઈ બી પટેલ 12 વર્ષ પહેલાં સરકારી નોકરીમાં જોડાયા હતા. 1 વર્ષ પહેલાં નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મેળવ્યું હતું. મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને રાજ્ય સરકારે એપ્રિલ માસમાં ગુજરાતની બોડર ઉપરથી આવતા તમામ લોકોના RTPCR ટેસ્ટનો 72 કલાકનો નેગેટિવ રીપોર્ટ લાવવા ફરજિયાત કરવામાં આવ્યું હતું.

આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગને RTPCRનો નેગેટિવ રીપોર્ટ ચકાસવાની થર્મલ સ્ક્રીનીંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. કોઈ વ્યક્તિ RTPCR રીપોર્ટ વગર આવ્યા હોય તો નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓને તેમની ખરાઈ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં વલસાડના યતીનભાઈ પટેલ જવાબદારી સોંપવામાં આવી હતી. જે જવાબદારી દરમિયાન યતીનભાઈ પટેલ 10 દિવસ પહેલા કોરોના સંક્રમિત જાહેર થયા હતા.

સંક્રમિત જાહેર થતાની સાથે વલસાડ અને વાપીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગુરૂવારે રાત્રે ઓક્સિજન ડાઉન થઈ ગયો હતો. યતીનભાઇ પટેલને ઓક્સિજન ડાઉન જતા એટેક આવવાથી મોત નીપજ્યું હતું. વલસાડ ભિલાડ ચેકપોસ્ટ ઉપર ફરજ દરમિયાન સંક્રમિત બનેલા નાયબ મામલતદારનું મૃત્યુ થતા સરકારી કર્મચારીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...