જીવનનો નવો અધ્યાય:વલસાડના બાળગૃહમાં આશ્રિત બાળકને 7 વર્ષ બાદ પાલક માતા-પિતાનો સહારો મળ્યો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકનું રાજકોટના રહીશ-બિહારનું દંપતિ પાલક બન્યું

એગ્રિકલચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન,નવસારી દ્વારા સંચાલિત વલસાડના ધરાસણા નૂતન વિદ્યાલય ખાતેના બાળ ગૃહમાં 23 ઓગષ્ટ 2015 થી આશ્રય લેતા વાપીના ડુંગરા પોલીસ દ્વારા સોપાયેલા 12 વર્ષીય અનાથ બાળકને પોતાના વતન,વાલી કે સગા સબંધી વિશે કોઈજ માહિતી ન હોવાથી બાળક આજદિન સુધી બાળ ગૃહમા આશ્રય લઈ પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યો હતો. દરમિયાન બાળકની સમંતિથી સંસ્થા,જિલ્લા બાળ કલ્યાણ સમિતિ વલસાડ, જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ખૂંધ તા.ચીખલીની એડોપ્શન એજન્સી સાથે સંપર્કમા રહી દત્તક વિધાનની પ્રક્રિયા કરવામાં આવી હતી.

દરમિયાન હરિપૂર,દિહટોલ,કાલુહી મધુબની રાજ્ય-બિહારના અને હાલ પોલાદ સિમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ 8/B નેશનલ હાઇવે રાજકોટ મુકામે રહેતા દંપતિ દુર્ગાનંદ શ્યામનંદ ઝા અને સુનિતા દુર્ગાનંદ ઝાએ બાળકના પાલક માતા પિતા બનવા ઇચ્છા હતી,જેમને બાળક સાથેની વાતચીતમાં પણ ભાષામેળ થતા તેના માટેની તમામ કાર્યવાહી સંપન્ન કરાયા બાદ 07 સપ્ટેમ્બર 2022ના રોજ સંસ્થાના પ્રમુખ તારાબેન ખાંડાવાલા, જિલ્લા બાળ કલ્યાણ સમિતિ અઘ્યક્ષ,સીડબ્લ્યુસીના ચેર પર્સન સોનલબેન સોલંકી-જૈન અને જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારી ગણ સંસ્થાના કર્મચારીઓ અને સાથે રહેતા બાળ મિત્રો દ્વારા આ અનાથ બાળકને પાલક માતા પિતાને સુપરત કરાતાં સૌ આનંદવિભોર થઇ ગયા હતા.

બાળક વિકાસ અને પાલક માતા પિતાના ચહેરા પર માતૃત્વ પિતૃત્વની ઝલક અને ખુશીની લહેર છલકાતી હતી.વિકાસને ગૃહ માતા ઈલા આહુતિ ગૃહ પિતા જગદીશ તથા કર્મચારી ગણ સહાધ્યાયીઓના આશીર્વાદ લઈ વિદાય આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...