દબાણ હટાવો અભિયાન:રખોલી- કરાડમાં ગેરકાયદે 13 દુકાન, 4 ઢાબાનું ડિમોલિશન

સેલવાસ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્રએ ગેરકાયદે દબાણ હટાવો અભિયાન આગળ ધપાવ્યું

દાનહ વહીવટી તંત્રએ સરકારી જમીન તથા રોડ માર્જીનમાં કરાયેલા ગેરકાયદે દુકાન,ઢાબા સહિતના દબાણો હટાવવાનું અભિયાન આગળ ધપાવતા મંગળવારે રખોલી અને કરાડ ગામે 13 દુકાનો અને 4 ઢાબાનું ગેરકાયદે દબાણ તોડી પાડ્યું હતું. કલેકટરના દિશા નિર્દેશ અનુસાર રખોલી અને કરાડ ગામે સરકારી જમીન પર કેટલાક લોકોએ ગેરકાયદેસર કબજો કરવામાં આવેલો હોય જેમાં રખોલી ગામે ત્રણ દુકાન અને બે ઢાબા ગેરકાયદેસર બાંધકામ કરેલ અને કરાડ ગામે 10 દુકાન અને બે ઢાબા ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા હતા.જેને સેલવાસ મામલતદારની ટીમ સ્થળ પર પહોંચી આ ગેરકાયદેસર બાંધકામોને જેસીબી મશીન દ્વારા ડિમોલીશન કરવામાં આવ્યું હતું. પ્રશાસને જાહેર જનતાને અનુરોધ કર્યો છે કે જેણે પણ આવા ગેરકાયદે બાંધકામ સરકારી જમીન, કોતર અને નહેર પર ઉભા કરી અતિક્રમણ કરી કબજો કર્યો હોય તે જાતે તેને દૂર નહીં કરે તો પ્રશાસન તેને દૂર કરી કાયદેસરની કાર્યવાહી કરશે.આ સાથે અભિયાન ચાલુ રાખવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...