તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કોરોનાના કારણે દોઢ વર્ષથી બંધ લોકલ ટ્રેન શરૂ કરવા પાસ હોલ્ડર્સની માગ

વલસાડ21 દિવસ પહેલા
  • વલસાડ રેલવે પાસ હોલ્ડર એસોસિએશન દ્વારા આવેદનપત્ર પાઠવાયું

કોરોના મહામારીમાં છેલ્લા દોઢ વર્ષથી બંધ રહેલી પાસ હોલ્ડરોની અને લોકલ ટ્રેનો ફરી ચાલુ કરવાની માંગ સાથે વલસાડ રેલવે પાસ હોલ્ડર એસોસિએશન દ્વારા સ્ટેશન માસ્ટર અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ માંગ કરવામાં આવી હતી. જેમાં પાસ હોલ્ડરોની બંધ કરેલી ટ્રેનોને લઈને પાસ ધારકોને પડતી તકલીફોને લઈને પાસ ધારકોની ટ્રેનો ફરી શરૂ કરવાની માંગ કરી છે.

10000થી વધુ પાસધારકો પરેશાન
કોરોના મહામારી પૂર્વે વલસાડ રેલવે સ્ટેશનથી અંદાજે 10 હજારથી વધુ પાસ હોલ્ડરો વાપી અને સુરત વચ્ચે અપડાઉન કરી નોકરી ધંધો રોજગાર મેળવી રહ્યા હતા. છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીમાં રેલવે વિભાગે મોટાભાગની ટ્રેનો બંધ કરી દીધી છે. જેને લઈને ટ્રેનમાં નોકરી ધંધા વ્યવસાય અર્થે જતા લોકોની હાલત કફોડી બની છે. જેને લઈને વલસાડ પાસ હોલ્ડર એસોસિએશન દ્વારા રવિવારે સ્ટેશન માસ્ટર અને રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસ હોલ્ડરોની બંધ પડેલી ટ્રેનો ફરી શરૂ કરવાની માંગ સાથે રજુઆત કરવામાં આવી હતી. રેલવે વિભાગ દ્વારા હોલીડે સ્પેશ્યલ ટ્રેનો દોડાવી રહ્યા છે. સાથે લોકલ અને પાસ હોલ્ડરોની ટ્રેનો પણ સમયસર દોડાવવામાં આવે તેવી માંગ કરી છે.

વલસાડ-વાપીનો મહિનાનો પાસ 185 રૂપિયામાં બનતો હતો. કોરોના મહામારીમાં ટ્રેનો બંધ થયા બાદ પાસધારકને નોકરીએ જવા બાઇકમાં મહિનાનો 4000થી વધુ ખર્ચ થઈ રહ્યો છે. લોકોની હાલત વધુ કફોડી બની રહી છે. જેથી ટ્રેનો શરૂ કરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...