દાનહ વારલી સમાજ સંગઠને સાયલી ગામના ઢીંઢાપાડાના ચૈતાભાઈ ગણેશભાઈ કોલાની હત્યા કેસમાં જે કોઈપણ સંડોવાયેલા છે તેઓ સામે સખ્ત કાર્યવાહી કરવા કલેકટર અને એસપીને લેખિત રજુઆત કરી છે. દાનહના સાયલી ગામના ઢીંઢાપાડામાં ચૈતાભાઈ ગણેશભાઈ કોલા ઉ.વ.9 જેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આજદિન સુધી વારલી સમાજમાં આવી કોઈ ઘટના બની ન હતી.
આ ઘટનાથી વારલી સમાજના લોકોમાં ભારે દુખ સાથે રોષ વ્યાપેલો છે ત્યારે વારલી સમાજ સંગઠનના પ્રમુખ શંકરભાઇ સોન્યાભાઈ ગોરાતએ એસપી અને કલેક્ટરને નમ્ર વિનંતી છે કે, જે કોઈપણ આ બાળકની હત્યામાં સામેલ છે તેમને જલ્દીથી જલ્દી પકડી પાડીને તેઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને મૃતકના પરિવારને ન્યાય આપે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.