તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:રાજસ્થાનના ઝાલાવાડમાં વાલ્મિકી સમાજના યુવાનની થયેલી હત્યા મામલે જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ

વલસાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ જિલ્લા BJP અનુસૂચિત મોરચાના આગેવાનો દ્વારા રજૂઆત કરવામા આવી

તાજેતરમાં રાજસ્થાનના ઝાલાવાડ ખાતે વાલ્મીકી સમાજના યુવાન નામે કૃણા વાલ્મીકીને સાગર કુરેશી અને તેની ગેંગનાં વિધર્મી ગુંડાઓ દ્વારા બેરહેમી પૂર્વક મારા મારી હત્યા નીપજાવવાનો ઘૃણાસ્પદ બનાવ બન્યો હતો.

રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શિત કરી રહેલા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના કાર્યકરો ઉપર લાઠી ચાર્જ કરીને રાજસ્થાનની કોંગ્રેસ સરકાર દ્વારા BJPના કાર્યકરોને ગંભીર રૂપથી ઘાયલ કરવામાં આવ્યા હતા. જે મુદ્દે વલસાડ જિલ્લા અનુસુચિત જાતી મોરચા આગેવાનોએ વલસાડ કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવીને આવી ઘટનાઓ ઉપર અંકુશ લાવવા વિનંતી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...