તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:રત્નાગીરી આફૂસની માફક વલસાડી આફૂસ કેરીને પેટન્ટ કરાવી 'વલસાડી આફૂસ' તરીકે ઓળખ અપાવવા માંગ

વલસાડ3 મહિનો પહેલા
  • વલસાડના ખેડૂતો દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટી સમક્ષ રજૂઆત કરાઈ

મહારાષ્ટ્રની રત્નાગીરી કેરીને મહારાષ્ટ્રના ખેડૂતોએ પેટન્ટ કરાવ્યા બાદ વલસાડી આફૂસને ઓળખ માટે જીઆઈ પેટન્ટ કરાવવા માટે વલસાડના ખેડૂતોએ નવસારી યુનિવર્સીટીમાં માંગ કરી છે. સાથે વૈશ્વિક બજારમાં વલસાડી આફૂસને એક ઊંચું સ્થાન અપાવવા માંગ કરી છે. રત્નગીરી આફૂસ પેટન્ટ થયા બાદ વૈશ્વિક સ્તરે રત્નાગીરી આફૂસ કેરીની માંગ વધી હતી. જેને અસર વલસાડી આફૂસ ઉપર થતા વલસાડના ખેડૂતોએ નવસારી જીઆઈએ ખાતે વલસાડી આફૂસ કેરીને ઓળખ માટે પેટન્ટ કરાવવા રાજીસ્ટેશન કરવામાં આવ્યું છે.

વલસાડ જિલ્લો છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર ગુજરાત સહિત ભારત દેશ અને વિદેશોમાં પણ કેરીના પાક માટે ખૂબ જ આગવી ઓળખ ધરાવે છે. જ્યારે વલસાડ જિલ્લાની કેરીઓમાં વલસાડી આફૂસ કેરી ખુબજ પ્રસિદ્ધ છે. વલસાડી આફૂસ કેરીને જીઆઇ પેટન્ટ કરાવવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે રજૂઆત કરવામાં આવી હતી.

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટીના વી.સી. ઝીણાભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ વલસાડી આફૂસને જીઆઇ પેટન્ટ કરાવવા માટે ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મંત્રી આશિષભાઈ દેસાઈ વલસાડ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ મહામંત્રી કમલેશભાઈ દેસાઈ ખેડૂત આગેવાન રૂપેશભાઈ પટેલ તેમજ હર્ષદભાઈ દેસાઈ દ્વારા આ અંગે યોગ્ય રજૂઆતો કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં વલસાડની આફૂસ કેરી વલસાડી આફૂસ તરીકે જ વિશ્વ બજારમાં વેચાણ માં ઓળખાવી જોઈએ એવી રજૂઆત કરી હતી.

આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ દ્વારા જિલ્લામાં વધી રહેલો ફળમાખીના ઉપદ્રવને નાશ કરવા માટે યુનિવર્સિટી તેમજ ખેડૂતો દ્વારા સંયુક્ત ઝુંબેશ ચલાવી આ સમસ્યાનો નિરાકરણ આવે એવી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...