વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની ધો.11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાના ઘરમાં જ આપઘાત પ્રકરણમાં દૂષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવા પિતાએ આઇજી અને એસપીને રાવ કરી છે. ધરમપુર તાલુકાના એક ગામમાં 16 વર્ષીય સગીરા 31 જૂલાઇએ રાત્રે 10.30ના સુમારે ઘરમાં નજરે ન પડતાં પિતાએ તેણીને ફોન કરતા થોડીવારમાં ઘરે આવું છું તેમ જણાવ્યું હતું.ત્યારબાદ સગીરા ઘરે આવી ગઇ હતી,ત્યારબાદ ઘરવાળા બધા સૂઇ ગયા હતા.
બીજા દિવસે 1 ઓગષ્ટના મળસ્કે પિતાએ જાગીને જોતાં ઘરમાં આ સગીરા દરવાજાની બારછટ સાથે કમરનો પટ્ટો બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી.આ અંગે પિતાએ ધરમપુર પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે સીઆરપીસીની કલમ 174 મુજબ જાહેરાત નોંધી હતી.પરંતું આ કેસમાં એક યુવાન સામે દૂષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવા પિતાએ એસપી અને સુરત રેન્જ આઇજીને લેખિત રાવ કરી કાર્યવાહી કરવા માગ કરી છે.જેમાં કોઇ યુવક દ્વારા તેની સાથે દગો કર્યો હોવાથી દીકરીએ આપઘાતનું પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.