રજૂઆત:વલસાડ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને મતદાર યાદી સુધારવા GARUDA APPની કામગીરીમાંથી મુક્તિ આપવા માગ

વલસાડ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • BLO ફોમ સ્વીકારવા તૈયાર પરંતુ ફોમ ઓનલાઈન કરવાની કામગીરીથી મુક્તિ આપવા માંગ કરી

વલસાડ જિલ્લામાં BLO તરીકે કામગીરી કરતા પ્રાથમિક શિક્ષકોને GARUDA APPની કામગીરીમાંથી મુક્તિ આપવા માટે પ્રાથમિક શિક્ષક સંઘના અગ્રણીઓએ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. તાજેતરમાં શાળાઓ ચાલુ થઈ હોવાથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર પડશે તેમ શિક્ષક સંઘે આવેદન પત્રના માધ્યમથી રજૂઆત કરી છે.

વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લામાં BLO તરીકે પ્રાથમિક શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત GARUDA APPની મદદ વડે મતદાર યાદી સુધારણાની કામગીરી BLOને ન સોપવા માટે જિલ્લા શિક્ષક સંઘના અગ્રણીઓએ અધિક કલેક્ટરને આવેદન પત્ર પાઠવી મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં BLOને પડતી તકલીફો અંગે રજૂઆત કરી હતી.

જેમાં આવેદનપત્ર માં જણાવ્યું હતું કે સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો ને BLOની કામગીરી સોંપવામાં આવી છે હાલમાં મતદારયાદી સુધારણાની કામગીરી દરેક જિલ્લામાં ચાલી રહી છે. દર રવિવારે BLOને મતદાન બૂથ પર બેસીને દિવસ દરમિયાન મતદાર યાદી કામગીરી કરવાની હોય છે. આ કામગીરી કરવા શિક્ષકો પાસે GARUDA APP ડાઉનલોડ કરવાની મરજીયાત હોવા છતાં APP ફરજિયાત ડાઉનલોડ કરી કામગીરી કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. તે યોગ્ય નથી.

હાલમાં વલસાડ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બીજું શૈક્ષણિક સત્ર શરૂ થયેલું હોવાથી શિક્ષકો શાળાકીય કામગીરીમાં વ્યસ્ત હોવા છતાં વારંવાર મામલતદાર કચેરી બોલાવવામાં આવે છે. BLOની કામગીરી લોક પ્રતિનિધિત્વ ધારાહેઠળ ના હોવા છતાં અધિકારીઓ દરેક પરિપત્ર ને અંતે લોકપ્રતિનિધિત્વ જોગવાઈ મુજબ કાર્યવાહી કરવાનો ડર બતાવી શિક્ષકોને માનસિક તણાવમાં લાવવા મજબૂર કરે છે. તો આ GARUDA APPની કામગીરીમાંથી અમારા પ્રાથમિક શાળાના શિક્ષકોને મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. વલસાડ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ ગોકુળભાઈ પટેલ અને અગ્રણીઓએ વલસાડ કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...