ગ્રામજનોની માગ:વલસાડ તાલુકાનાં ભદેલી ગામના 16 એકરના સીત તળાવને વિકાસાવવાની માગ કાગળ પર

વલસાડ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તળાવને વિકસાવી ફરતે ડેકોરેટીવ લાઇટ સાથે વોકિંગ પાથ બનાવવા ગ્રામજનોની કરી રહ્યા છે

વલસાડ તાલુકાના ભદેલી જગા લાલા ગામે આવેલું 16 એકરમાં પથરાયેલું સીત તળાવ ઘણા વર્ષોથી વિકસાવવામાં આવેલું નથી. આ તળાવ ચોમાસામાં ભરાયા બાદ બારે મહિના પાણી રહે છે.જોકે આ તળાવ હજુ પણ 19મી સદીમાં હોય તેવું ભાષી રહ્યું છે ત્યારે તેનો વિકાસ થાય તેવી ગ્રામજનોની માગ માત્ર કાગળ ઉપર રહી ગઇ છે.

ભારતના પૂર્વ્ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઇના ગામ ભદેલી જગા લાલા ગામે સીત તળાવ આવેલું છે. આ તળાવ 16 એકરમાં પથરાયેલું છે.જેમાં જળચર જીવ સૃષ્ટિ સાથે કમળ ખીલેલા રહેતા હોય તળાવ ગ્રામજનો માટે મહત્વનું છે.જોકે જે રીતે રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારને લાગુ ગામડાઓમાં તળાવોનો વિકાસ કર્યો છે.

પરંતું ગ્રામ્ય વિસ્તારના તળાવો હજુ પણ જેવા ને તેવા છે. જો આ તળાવો વિકસાવવામાં આવે તો ગામની સુંદરતા વધવા સાથે ગ્રામજનોને નવી સુવિધા મળી રહે તેમ છે જે માટે ભદેલીના સ્થાનિક ગ્રામજનોએ સીત તળાવને વિકસાવી ફરતે વોકિંગ પાથ અને ડેકોરેટિવ લાઇટ સાથે નવો રંગરૂપ આપવાની માગ ઘણા સમયથી થઇ રહી છે.

કારણ કે, ગામના વયસ્કો અને યુવાઓ સવાર-સાંજ વોકિંગ માટે કોસ્ટલ હાઇવેનો માર્ગ પકડે છે જેના પર વાહનોનો સતત ધસારો રહેતો હોય અકસ્માતનો ભય રહે છે. અત્યાર સુધી ચૂંટાતા આવેલા જન પ્રતિનિધિઓએ આ તળાવને વિકસાવવા બાબતે ધ્યાન આપવામાં આવ્યું નથી ત્યારે આગામી વિધાન સભામાં વલસાડ બેઠક પરથી જે પણ ઉમેદવાર ચૂંટાઇ આવશે તે ભદેલીના ગ્રામજનોની માગ સંતોશે તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે.

અન્ય સમાચારો પણ છે...