તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવો ટ્રેન્ડ:પહેલા1500 સાઇકલ વેચાતી હવે 5 હજારથી વધુ, નવો ટ્રેન્ડ કોરોનામાં વિદ્યાર્થીઓ-યુવાનોમાં સાઇકલની ડિમાન્ડ વધી

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વલસાડ જિલ્લામાં લોકડાઉન પહેલા દર મહિને જિલ્લામાં 1200થી 1500 સાઈકલનું વેચાણ થતું હતું. લોકડાઉન બાદ લોકોમાં યુમ્યુનિટી વધારવા માટે લોકોમાં સાઇકલ પસંદ કરતાં જોવા મળી રહ્યા છે.રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સાઈકલીગ સૌથી બેસ્ટ ઉપાય લોકોને દેખાઈ રહ્યો છે.

ખાસકરી યુવાનો અને વિદ્યાર્થીઓમાંસાયકલની ડિમાન્ડ વધતા જિલ્લામાં દર મહિને સાઇકલ ખરીદીમાં વધારો જોવા મળ્યો હતો. જેલ્લા 7-8 મહિનાથી જિલ્લામાં દર મહિને 5000થી વધારે સાઈકલનું વેચાણ થઇ રહ્યું છે. સાઇકલ બનાવતી કંપનીમાં રોમટીરીયલ ચાઇનાથી આવતું હોવાથી સપ્લાય અટકી હતી. માર્કેટમાં ડિમાન્ડ વધવાથી સાઇકલ બનાવતી કંપનીઓએ સાઈકલના ભાવમાં 20%થી 25% સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

સાયકલ પર નોકરી કરતાં યુવાનને જોઇ 5 લોકો પ્રેરાયા
નોકરીની સાથે શરીરને પણ મજબુત રાખવા કેટલાક યુવાનો હવે સાયકલ લઇને નોકરી પર જાય છે. અતુલ કંપનીમાં કામ કરતાં રીબન દત્તા છેલ્લા વર્ષથી સાયકલ લઇને નોકરી જાય છે. આ સાથે અન્ય કામ માટે પણ સાયકલનો ઉપયોગ કરે છે.

આ અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાત-ચીતમાં રીબન દત્તાએ જણાવ્યુ હતું કે વાપીની કંપનીમાં નોકરી કરતો હતો ત્યારે પણ સાયકલ પર જ નોકરી કરતો હતો. હાલ અતુલ કંપનીમાં પણ 8 વર્ષથી સાયકલ પર નોકરી કરી રહ્યો છું. ખુશીની વાત એ કે કોરોના પછી મારી આજુબાજુના 5 લોકોએ પણ મને જોઇને સાયકલ ખરીદી તેના ઉપરજ નોકરીએ જતા થયા જે વાતથી મને ઘણો આનંદ થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો