તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારણ:વલસાડના ધમડાચીમાં દીપડાએ 3 બકરાનું મારણ કરતા ગામમા ડરનો માહોલ ફેલાયો

વલસાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
 • મકાન માલિકે રાત્રે વોચ રાખતા હકીકત ખુલી, તંત્ર દોડતુ થયું

વલસાડના ઘડોઇમાં તાજેતરમાં એક દીપડો 4 બકરા ફાડી ખાધા બાદ વન વિભાગના પાંજરે પૂરાઇ ગયો હતો,તેમ છતાં ફરીથી બકરા ગુમ થતાં ધમડાચીમાં એક પશુપાલન કરતા ખેડૂતે વોચ ગોઠવતા તેના 3 બકરા ઉપાડી ગયો હોવાની હકીકત સામે આવી હતી.જેના કારણે ગામમાં ફરીથી ભયનો માહોલ સર્જાયો છે.વલસાડ તાલુકાના ઘડોઇ ગામે છેલ્લા 10 દિવસથી દીપડાનો ભય ફેલાયો છે.ગત સપ્તાહે એક ખુંખાર દિપડો પશુપાલકના 4 બકરા ફાડી ખાઇ ગયો હતો.તેને પકડવા વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું.છેવટે ચારેક દિવસ બાદ આ દીપડો પાંજરે પુરવામાં વિભાગને સફળતા મળી હતી.

જો કે આ પંથકમાં ચારથી પાંચ દીપડા ફરતા હોવાની ભીતિ ગ્રામજનોએ દર્શાવી હતી.દરમિયાન ધમડાચીના પીરૂ ફળિયામાં આહિર ‌ફળિયામાં રહેતા પશુપાલક બાબુભાઇ પરાગભાઇ આહિરના વાડામાંથી 3 દિવસમાં 3 બકરા ગુમ થઇ ગયા હતા.બકરાની ચોરી થઇ હોવાની શંકા હતા,પરંતુ તેમણે રાત્રે વોચ ગોઠવતાં ઘરના વાડામાંથી દીપડો આવી ચઢી એક બકરો ઉપાડી ગયો હોવાનું જોયું હતું.

અગાઉના મળી 3 બકરા ચોરાયા ન હતા પરંતુ દીપડો જ ઉઠાવી ગયો હોવાનું જણાતાં વન વિભાગની આરએફઓ અંજના પાલવાને જાણ કરી હતી.તેમણે ધમડાચીમાં સ્થળ નિરીક્ષણ કરી દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરૂ મૂકાવી દેતા હવે આ દીપડો પણ કેદ થઇ જાય તો પશુપાલકોને રાહત મળે તેમ છે. દીપડાનો આતંક વલસાડ જિલ્લાના ગામોમાં વધી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો