ભય:વલસાડના ગાડરિયામાં દીપડાએ વાછરડીનું મારણ કર્યું

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ તાલુકામાં ગાડરિયામાં સોમવારે વહેલી સવારે દીપડાએ વાછરડીનું મારણ કર્યું હતું. ઘર માલિકે ઘટનાની જાણ સ્થાનિક આગેવાનો અને વન વિભાગની ટીમને કરી હતી. વન વિભાગની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈને દીપડાને પકડવા પાંજરૂ મુકવામાં આવ્યું છે. વલસાડ તાલુકાના ગાડરિયા ગામના સડક ફળિયામાં રહેતા રામુભાઈ મોરારભાઈ પટેલના તબેલામાં બાંધેલી 9 માસની વાછરડીને સોમવસે વહેલી સવારે દીપડોએ શિકાર બનાવ્યો હતો. વાછરડીનું મારણ કરી દીપડો ભાગી છૂટ્યો હતો. સવારે રામુભાઈએ દીપડાએ મારણ કરેલી વાછરડીને જોઈને ગામના આગેવાનો અને વન વિભાગને ઘટનાની જાણ કરી હતી.

વલસાડ વન વિભાગની ટીમને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. વન્ય પ્રાણી દીપડાને પકડવા વન વિભાગે નજીકમાં પાંજરૂ મૂક્યું હતું. વન વિભાગ દ્વારા વાછરડીનું વળતર અપાવવા જરૂરી પેપર તૈયાર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ નજીકના ગ્રામ્ય વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બે દિવસ અગાઉ ધારાસભ્ય ભરત પટેલના ઘરના પાછળના ભાગે પણ દીપડો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...