કોરોનાનું જોર ઘટ્યું:વલસાડ જિલ્લામાં કોરોના કેસમાં ઘટાડો માત્ર 4 કેસથી આશ્ચર્ય, 3ના મોત, વધુ 09 દર્દી રિકવર, કુલ 755 સાજા

વલસાડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખાનગી કોવિડ હોસ્પિટલો ફુલ છતાં કેસ ઓછા કેમ
  • રક્ષાબંધને માત્ર 3 કેસ બાદ શુક્રવારે ઓછાં કેસ નોંધાયા

વલસાડ જિલ્લામાં કોરોના દર્દીઓને સારવાર આપતી ખાનગી કોવિડ હોસ્પિટલોના બેડ ફુલ હોવા છતાં શુક્રવારે સરકારી કોવિડ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના ચોપડે માત્ર 4 પોઝિટિવ દર્દીઓ અને 3 મૃત્યુના કેસ નોંધાયા છે.કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટે તે આવકાર્ય છે, પરંતું ખાનગી હોસ્પિટલોમાં સીધા સારવાર માટે જતાં દર્દીઓ વધુ હોવાનું જણાતું હોવા છતાં તેવા દર્દીઓની સરકારી ચોપડે નોંધ લેવાતી નથી તેવી રાવ ઉઠી રહી છે.જેથી કોરોનાની વાસ્તવિક સ્થિતિ હજી સ્પષ્ટ થતી નથી.

સિટી સ્કેનમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે
20 એપ્રિલથી પ્રતિરોજ કોરોના પોઝિટિવ દર્દીઓની પ્રારંભના દિવસોમાં સંખ્યા ઓછી હતી,પરંતું અનલોક-1,અનલોક-2માં આંતર જિલ્લા અને રાજ્ય ધીમે ધીમે લોકલ સંક્રમણ વધતા કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો હતો.દરંમિયાન વલસાડ જિલ્લામાં 3 ઓગષ્ટ,રક્ષાબંઘનના તહેવારના રોજ કોરોના પોઝિટિવના સૌથી ઓછાં 3 કેસ નોંધાતા હાશ્કારો અનુભવાયો હતો.ત્યારે બાદ 23 જૂન 2020ના રોજ પણ માત્ર 4 કેસ નોંધાયા હતા.જો કે ત્યારબાદ કોરોના પોઝિટિવની સરેરાશ 15 રહી હતી.આ સ્થિતિ દરમિયાન જૂલાઇ માસ દરમિયાન પ્રથમવાર સૌથી વધુ 28 કેસ નોંધાતા ડરનો માહોલ વ્યાપી ગયો હતો.3 ઓગષ્ટે 3 કેસ નોંધાયા બાદ 21 ઓગષ્ટે પણ માત્ર 4 કેસ સામે આવ્યા હતા.જો કે સિવિલ હોસ્પિટલમાં જતાં ડર અનુભવતા દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સીધા પહોંચી જાય છે.જેમાં સિટી સ્કેનમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે.જે કેસોની નોંધ મગાવવામાં આવે છે કે કેમ તે સવાલ ઉઠી રહ્યો છે.

આ સ્થિતિ વચ્ચે શુક્રવારે માત્ર 4 કેસ નોંધાતા આશ્ચર્ય સર્જાયું હતું.ખાનગી હોસ્પિટલોમાં જતાં દર્દીઓના પોઝિટિવ રિપોર્ટની નોંધ આરોગ્ય વિભાગમાં થતી નથી તેવું રોજના રિપોર્ટ જોતાં માલુમ પડી રહ્યું છે.કોરોના દર્દીઓની સંખ્યા ઘટે તે બાબત આવકાર્ય છે,અને લોકોમાં ડર ઓછો થાય તે જરૂરી હોવા છતાં ખાનગી કોવિડ હોસ્પિટલો ફુલ હોવા છતાં શુક્રવારે 4 કેસ નોંધાવાની બાબત આશ્ચર્ય ઉપજાવી રહી છે.

આ દર્દીઓ મોતને ભેટ્યા: વલસાડ સિવિલ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઉમરગામ એસવી રોડના 85 વર્ષીય વૃધ્ધ,વલસાડ છરવાડાના 40 વર્ષીય યુવાન દર્દી,વાપી જનસેવા કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ચણોદ શિવશક્તિ એપાર્ટમેન્ટના 69 વર્ષીય પુરૂષનું મૃત્યુ થયું હતું.જેનો ડેથ ઓડિટ કમિટિના રિપોર્ટ બાદ મૃત્યુનું કારણ નક્કી કરાશે.

દાનહમાં 25 અને દમણમાં 20 કેસ
દાનહમાં કોરોના પોઝિટિવના નવા 25 કેસ નોંધાતા આંકડો 955 પર પહોંચ્યો છે. જેની સાથે કુલ 955કોરોના પોઝિટિવના કેસ થયા છે. જેમાંથી 237 કેસ સક્રિય છે અને 718 કેસ રીકવર થઇ ગયા છે.અને એકનું મોત થયેલુ છે. શુક્રવારના25 કેસમાં 13 ઇનફ્લુએન્ઝા પેશન્ટ છે. 6 રેન્ડમ સ્ક્રિનિંગ દરમ્યાન મળી આવેલા છે. 5 હાઈરીસ્ક કોન્ટેકમાં આવેલા 1 દર્દી ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. જ્યારે દમણમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. શુક્રવારે દમણમાં વધુ 20 કેસો નોંધાયા હતા.

શુક્રવારે નોંધાયેલા 4 કેસ

  • તાલુકો ગામ-સ્થળ ઉમર પુ-સ્ત્રી
  • વલસાડ અંજતા રેસિડન્સી,બેચર રોડ 85 સ્ત્રી
  • વલસાડ પારનેરા પારડી 35 સ્ત્રી
  • પારડી સાઇ સંગ્રીલા એપાર્ટમેન્ટ 30 પુરૂષ
  • વાપી ન્યુ સિધ્ધાર્થ,કચીગામ રોડ 55 પુરૂષ
અન્ય સમાચારો પણ છે...