ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી:વલસાડના નાની ભાગલ દરિયા કિનારે અજાણ્યા યુવકની ડીકમ્પોઝ તેમજ નગ્ન હાલતમાં લાશ મળી આવી

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે લાશનો કબ્જો મેળવી લાશનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની તજવીજ હાથ ધરી

વલસાડ તાલુકાના નાની ભાગલ ખાતે દરિયા કિનારે ડીકમ્પોઝ થયેલી હાલતમાં એક 30થી 35 વર્ષના અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. સ્થાનિક લોકોએ ગામના સરપંચ અને અગ્રણીઓ તેમજ ડુંગરી પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે લાશનો કબ્જો મેળવી લાશનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની તજવીજ હાથ ધરી છે.

પોલીસે યુવકના પરિવારની શોધખોળ હાથ ધરી
વલસાડ તાલુકાના નાની ભાગલ દરિયા કિનારે આજ રોજ સવારે એક અજાણ્યા યુવકની નગ્ન હાલતમાં અને ડીકમ્પોઝ થયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જગદીશભાઈ પ્રેમભાઈ ટંડેલે દરિયા કિનારે ડીકમ્પોઝ થયેલી હાલતમાં લાશ જોઈ હતી અને તાત્કાલિક ગામના સરપંચ, અગ્રણીઓ અને ડુંગરી પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડીકમ્પોઝ હાલતમાં મળેલી લાશનો કબ્જો મેળવી લાશનું પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે લાશના ફોટા પાડી સ્થાનિક અગ્રણીઓ તથા તાજેતરમાં પુરમાં ખેંચાઈ આવેલા લોકોની હિસ્ટ્રી મેળવી યુવકના પરિવારની શોધખોળ હાથ ધરી છે.

ઝરીમાં કાલે એક ઈકો કારમાં 4 લોકો તણાયા હતા
​​​​​​​
વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ઉપરવાસમાં પડી રહેલા મુશળધાર વરસાદને લઈને જિલ્લાની તમામ નદીઓ ભયજનક સપાટીએ વહી રહી હતી. ત્યારે ધરમપુરના ઝરી ગામ ખાતે કોઝવેમાં એક ઇકો કારમા સવાર 4 પૈકી 3 ઈસમો કારમાં તણાઈ ગયા હતા. પોલીસે કારમાં સવાર 30થી 35 વર્ષના યુવકના પરિવારને ઘટનાની જાણ કરી લાશની ઓળખ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારના સભ્યોએ આ લાશને જોતા તેમના પરિવારના સભ્યની લાશ ન હોવાનું પરિવારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...