તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:વલસાડમાં ઇદની નમાઝ ઇદગાહમાં નહિં, મસ્જિદમાં અદા કરવાનો નિર્ણય

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુસ્લિમ આગેવાનો સાથે પોલીસની બેઠકમાં ચર્ચા કરવામાં આવી

21 જૂલાઇના રોજ મુસ્લિમોના પવિત્ર તહેવાર ઇદુલ અઝહા નિમિત્તે ઇદની નમાઝ ઇદગાહોમાં ન પઢવા મુસ્લિમ આગેવાનોએ નિર્ણય કર્યો છે.રાજ્ય સરકારના કોવિડ-19ની ગાઇડલાઇનના ચૂસ્ત પાલન સાથે ઇદની નમાઝ વિવિધ મસ્જિદોમાં અદા કરવા આગેવાનો અને પોલીસ વિભાગની બેઠકમાં નક્કી કરાયું હતું.

આગામી ઇદુલ અઝહાના તહેવારને અનુલક્ષી સિટી પોલીસ મથકે ડીવાયએસપી મનોજસિંહ ચાવડાના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી. જેમાં વલસાડ જિલ્લા મુસ્લિમ સમાજના પ્રમુખ ઝાહિદ દરિયાઇ, મોલવી મિસબાહુદ્દીન, કાઉન્સિલર ઝાકીર પઠાણ, કાર્યકર ઇરફાન કાદરી, અફઝલ, સોહિલ ભખિયા સહિત બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ઇદની નમાઝ અને અન્ય મુદ્દે ચર્ચા હાથ ધરાઇ હતી. જેમાં ડીવાયએસપી ચાવડાએ પવિત્ર તહેવાર નિમિત્તે કોઇની લાગણી ન દુભાય તેનો ખ્યાલ રાખી તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેવું જણાવ્યું હતું. ઝાહિદભાઇએ ખાત્રી આપતાં રાજ્ય સરકારના કોવિડના નિયમો, માસ્ક અને સોશ્યિલ ડિસ્ટેન્સ સાથે મસ્જિદમાં ઇદની નમાઝ અદા કરવા અને કોઇની લાગણી ન દુભાય તેવી રીતે તહેવાર સંપન્ન થાય તેવી ખાત્રી આપી હતી.કોવિડને ધ્યાને લઇ વર્તમાન સ્થિતિમાં ખુલ્લામાં ઇદગાહમાં નમાઝ નહિ પઢવા પણ તેમણે જણાવ્યું હતું.કોમી ભાઇચારા અ્ને સૌહાર્દ વચ્ચે ઇદનો તહેવાર સંપન્ન થાય તેવી લાગણી મુસ્લિમ અગ્રણીઓએ દર્શાવી હતી.ઝાકીર પઠાણે ઇદના તહેવાર નિમત્તિે કોઇ પ્રકારની ગેરસમજ કે અફવાથી દૂર રહી શાંતિપૂર્ણ રીતે પર્વ ઉજવાય તેવી લાગણી વ્યક્ત કરી હતી.

સોશ્યિલ મીડિયાથી સતર્ક રહેવા અપીલ
મુસ્લિમ કાર્યકર ઇરફાન કાદરીએ કાર્યકર ઇરફાન કાદરી સહિત આગેવાનોએ જણાવ્યા મુજબ દરેક તહેવારો ભાઇચારા વચ્ચે ઉજવાય તેવો માહોલ સર્જાય તેવા પ્રયાસો જરૂરી છે.તેમણે સોશ્યિલ મીડિયામાં કોમી વૈમનસ્ય ન ફેલાય અને તેવું કૃત્ય કરનાર તત્તવો સામે પોલીસ સતર્ક રહી પગલાં ભરે તેવું બેઠકમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...