તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના મહામારી:જિલ્લામાં વધુ 7 કોરોના પોઝિટિવ બીનવાડાના વૃદ્ધનું મોત,10 ડિસ્ચાર્જ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બુધવારે વધુ 7 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા.આ સાથે 3 દિવસ બાદ ફરી 1નું મોત નોંધાયું હતું.જિલ્લામાં અત્યાર સુધી કુલ કેસની સંખ્યાનો આંકડો 1121 પર પહોંચી ગયો છે.જ્યારે મોતની સંખ્યા 123 થઇ છે. જિલ્લામાં કોરોનાને ફેલાતો રોકવા માટે જિલ્લા વહીવટી તંત્ર,આરોગ્ય વિભાગની ટીમ સતત વિવિધ પગલાંઓ ભરીને સંક્રમણ અટકાવામાં વ્યસ્ત છે.

કલેકટર આર.આર.રાવલે સ્ક્વોડ બનાવી ડે.કલેકટર જ્યોતિબા ગોહિલને ટીમનું નેતૃત્વ સોંપી કોવિડ-19ના નિયમોનો ભંગ કરનારા સામે કાર્યવાહીના આદેશો જારી કર્યા છે,પરંતું હજી સંક્રમણથી બચવા સોશ્યિલ ડિસ્ટેન્સિંગ,સંપુર્ણ નાક સુધી ઢંકાય તે રીતે માસ્ક પહેરવા,સેનીટરાઇઝિંગ કરવું,મોટી સંખ્યામાં ભીડ ન કરવી,થર્મલ સ્ક્રિનિંગ,ટેમ્પરેચર ગનનો ઉપયોગ જેવી બાબતો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની બાબતમાં લોકોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે.જેને લઇ હવે ચાલૂ સપ્તાહથી દરરોજ કેસો નોંધાઇ રહ્યા છે.બુધવારે પણ વધુ 7 કેસ નોંધાવા સાથે વલસાડ તાલુકાના બિનવાડાના 63 વર્ષીય વૃધ્ધનું સિવિલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુું હતું. આ સાથે કુલ કેસ 1121 અને મોતની સંખ્યા 123 પર પહોંચી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો