પુત્રવધૂનો દિવ્યાંગ સાસુને ત્રાસ:વલસાડમાં પુત્રવધૂએ વિધવા દિવ્યાંગ સાસુને મારઝૂડ કરી જમવાનું પણ ન આપતાં મહિલા હેલ્પલાઇન અભયમ મદદે દોડી ગઈ

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
181 અભયમ હેલ્પલાઈનની ગાડીની ફાઈલ તસવીર - Divya Bhaskar
181 અભયમ હેલ્પલાઈનની ગાડીની ફાઈલ તસવીર
  • આખરે દીકરીને ભાઈ-ભાભી પર વિશ્વાસ ન બેસતાં સાસરે માતાને સાથે લઈ ગઈ

વલસાડ નજીક એક વિધવા વૃદ્ધાને પુત્રવધુ દ્વારા શારીરિક માનસિક રીતે હેરાન કરવામાં આવતા હોવાથી વૃદ્ધાની દીકરી સાથે ઝગડો થતા તેઓએ 181ની ટીમની મદદ માગતા અભયમ વલસાડ ટીમ દ્વારા સમજાવટ થી મામલો શાંત પાડવામાં સફળતા મળી હતી. બહેરા મુંગા વૃદ્ધા પાસે પુત્રવધુ ઘર તથા ખેતીનું કામ કરાવી પૂરતું જમવાનું આપતાં ન હતા અને ઘરમા આવે તો મારઝૂડ કરતા જેથી વૃધ્ધા કોઈને કહી સકતા ન હતા અને ખેતરમા કામ કરતા રહેતા હતા.

દીકરી પિયર આવી તો માતા સાથે અન્યાય થતો જોયો
બે દિવસ પહેલા તેમના ચીખલી ખાતે સાસરીમાં રહેતી પરણિત દીકરી તેમના દીકરા સાથે પોતાના પિયર આવી હતી. માતાએ ઈશારામાં દીકરો વહુ ત્રાસ આપે છે તેમ જણાવતા ગુસ્સે ભરાયેલી પુત્રવધૂએ તેઓને ઢસડી બીજા રૂમમાં લઈ જઈ માર મારી બાંધી રાખેલા હતા. જેથી પોતાના માતાને છોડાવવા નણંદ-ભાભી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં તેઓએ 181 મહિલા હેલ્પલાઇન મદદ માંગી હતી. 181ની ટીમની ઘણી મહેનત બાદ દીકરીએ પોતાના પુત્રની મદદ દ્વારા માતાને રૂમમાંથી બહાર કાઢ્યા હતા. અભયમ ટીમ દ્વારા પુત્રવધૂને આ રીતે વૃદ્ધાને હેરાન કરો છો તો સિનિયર સિટીઝન એક્ટ હેઠળ ગુનો બને છે. તેમ જણાવતાં અને વૃદ્ધાની કાળજી લેવા અનુરોધ કર્યો હતો. પંરતું દીકરીએ જણાવેલું કે મારા ભાઈ ભાભી પર વિશ્વાસ નથી તેઓ મારી બાને હેરાન કરશે જેથી તેઓને મારી સાથે લઈ જઈશ.

અભયમ અને ગામલોકોએ પુત્ર-પુત્રવધૂને ફરજ સમજાવી
ગામના વડીલો અને અભયમ ટીમે દીકરા અને વહુને તેની ફરજનું ભાન કરાવતા જણાવેલું કે માતાપિતાની કાળજી લેવીએ તમારી ફરજ છે. તેઓને હેરાન કરશોતો ગુનો ગણાશે પરંતુ દીકરીએ આગ્રહ રાખતા થોડા દિવસ માટે તેમની સાથે બાને લઈ જવા અને મામલો શાંત પડે ત્યારે બાને અહીં મૂકી જઈશ તે રીતે સમજાવતા રાહત થઈ હતી. અભયમ ટીમ અને વડીલોએ દીકરા-વહુને ફરીથી બાને હેરાનના કરવા કડક ભાષામા જણાવ્યું હતું. 181 અભયમની ટીમને વધુ એક સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...