DJ સાથે બાઈક રેલી:વલસાડ શહેર અને પારડી શહેરમાં દર્શનાબેન જરદોસની જન આશીર્વાદ યાત્રા DJ સાથે નીકળતા લોકોમાં પ્રશ્નાર્થ

વલસાડ4 મહિનો પહેલા
  • કોવિડના જાહેરનામા મુજબ લોકોને પ્રસંગ ઉજવવા DJની પરવાનગી મળતી નથી ત્યારે રેલીમાં DJ વાગતા લોકોમાં પ્રશ્નાર્થ ઉઠ્યા

કેન્દ્રના રેલવે અને ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોસ આજરોજ વલસાડની મુલાકાતે આવ્યા હતા. સરદાર પટેલ અને ભેદેલીમાં મોરારજી દેસાઈની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને વલસાડથી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડથી DJ સાથે પારડી સુધી બાઈક રેલી નીકળતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. સામાન્ય લોકોને પ્રસંગો મનાવવા માટે DJની પરવાનગી માનલતી જ્યારે મંત્રીઓ માટે રેલીમાં DJ શા માટે કોણે આપી પરવાનગી જેવા પ્રશ્નો ઉઠ્યા હતા.

વલસાડ શહેરના પ્રવશે આવેલા કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ મંત્રી જન આશીર્વાદ રેલી રૂપી વલસાડ જિલ્લા વલસાડ અને પારડી વિસ્તરમાં બાઈક રેલી યોજીને સ્થાનિક લોકોના આશીર્વાદ લેવા જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ અને ભદેલીમાં મોરારજી દેસાઈની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી હતી. ત્યાર બાદ સ્થાનિક લોકોના આશીર્વાદ મેળવવા માટે જન આશીર્વાદ યાત્રા DJના તાલ સાથે વલસાડ શહેરના મુખ્ય માર્ગો ફરીને પારડી સુધી પહોંચી હતી. જન આશીર્વાદ યાત્રા DJ સાથે નીકળતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. કોવિડ ગાઈડલાઈન આગળ કરીને લોકોને નાના મોટા પ્રસંગોમાં DJની પરવાનગી મળતી નથી જ્યારે BJPની જન આશીર્વાદ યાત્રાને પરવાનગી મળતા લોકોમાં અનેક પ્રશ્નો ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...