1 જાન્યુઆરીએ વાપીથી સુર્યનગરી એકસપ્રેસ ટ્રેનમાં દાનહ કેન્દ્રીય પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ સહિત સ્કઉટ ગાઇડની 45 સભ્યોની ટીમ રાજસ્થાનના પાલી જવા નીકળી હતી. આ ટ્રેન પાલી પાસે પાટા પરથી ઉતરી પડતા અકસ્માત સર્જાયો હતો જેમાં કેટલાક યાત્રીને ઇજા થઇ હતી. અકસ્માતની જાણ થતા સ્કાઉટ ગાઇડમાં ગયેલા દાનહ પ્રા.શાળાના વિદ્યાર્થીઓના વાલીઓના જીવ ટાળવે ચોંટી ગયા હતા. જોકે તમામ સભ્યો સુરક્ષીત હોવાના સમાચાર મળતા વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો.
દાદરા નગર હવેલી કેન્દ્રીય પ્રાથમિક શાળા ગલોન્ડા,લાયન્સ ઇન્ગિલશ સ્કૂલ અને જય હિંદ ઓપન ગ્રુપ સ્કાઉટ ગાઈડ 34 વિદ્યાર્થીઓ 6 લીડર અને 4 કિચન ટીમ 1 જાન્યુઆરીના રોજ બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસમાં પાલી રાજસ્થાનમાં 18માં રાષ્ટ્રીય જંબોસરીમાં ભાગ લેવા વાપી રેલવે સ્ટેશનથી ગયા હતા .
જે સૂર્યનગરી એક્સપ્રેસમાં સવાર દાનહ સ્કાઉટ ગાઈડની ટીમ હતી. આ ગાડી મારવાડ પાલી વચ્ચે ટ્રેક પરથી ઉતરી જતા કેટલાક લોકોને ઇજા થઇ હતી. જોકે આ અકસ્માતમાં દાનહ સ્કાઉટ ગાઈડની ટીમમાંથી એક પણ સભ્યને કોઇ ઇજા થઇ નથી.તમામ સભ્યો સુરક્ષિત હોવાની બાતમી મળતા પરિવારના સભ્યોએ હાશકારો અનુભવ્યો હતો. સ્કાઉટ ગ્રાઇડની ટીમ જે ટ્રેનમાં બેસી હતી તે ટ્રેન ડિરેલ થતા વાલીઓમાં ચિંતા વધી હતી. ખબર અંતર જાણવા માટે વાલીઓ અધિકારીઓના ફોન રણકાવ્યા હતાં આખરે તમામ ટીમ સહીસલામતનું જણાતા હાશકારો અનુભવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.