માર્ગનો મુદ્દો લોકસભામાં:દાનહ સાંસદે પ્રદેશના અતિ બિસ્માર રસ્તાઓનો મુદ્દો લોકસભામાં ઉઠાવ્યો

સેલવાસ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રશાસન ગંભીર ન દેખાતા સદનમાં લઈ જવાની ફરજ પડી હોવાનું જણાવ્યું

દાનહ અને દમણ દીવ પ્રદેશના અત્યંત બિસ્માર બનેલા રસ્તાઓના મુદ્દાને સાંસદ કલાબેન મોહન ડેલકરે દેશની લોકસભામાં ઉઠાવ્યો હતો.સાથે કેટલીક મૂળભૂત સુવિધાઓ માટેની રજૂઆતો પણ ભારત સરકારકારના સંબંધિત મંત્રાલયોમાં કરી હતી.

સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં જાણકારી આપતા જણાવ્યું હતું કે,છેલ્લા 6 વર્ષથી ખરાબ રસ્તાઓ અને અંધાધૂંધ ખોદકામને કારણે દાનહના લોકો ભારે મુસીબતોનો સામનો કરી રહ્યા છે.વહીવટી તંત્ર પાસે ચોમાસું નજીક હોવાની જાણકારી હતી તેમ છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગંભીરતા દાખવી ન હતી.ડિવાઈડરોને સામા ચોમાસાએ હટાવી દેવાની જરૂરજ ન હતી.જેના કારણે આજે સ્થિતિ બદથી બદતર થઈ ગઈ છે.શહેરની સાથે ગામડાઓની સડકો પર પડેલા મોટા મોટા ખાડાઓ દિનપ્રતિદિન અકસ્માતો સર્જી રહ્યા છે જેનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે.

વાહન ચાલકો તેમજ ખાસ કરીને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પ્રકારના ખતરાઓ વચ્ચે અવર જવર કરવા મજબૂર થઈ રહ્યા છે. પ્રશાસનના અધિકારીઓને રજૂઆતો કરવા છતાં હજુ સુધી એનુ કોઈ સમાધાન લાવવામાં આવ્યુ નથી.પ્રદેશની દરેક સડકોને ગુણવત્તાયુક્ત બનાવવાનો આદેશ જારી કરાવવા સાંસદ ડેલકરે ભારત સરકારને આગ્રહ કર્યો છે.છેલ્લા છ વર્ષથી પ્રશાસન આ પ્રકારની મૂળભૂત સુવિધાઓને લઈ ગંભીર ન જણાતા પ્રજાની પિડાને દેશની સર્વોચ્ચ સદન સુધી લઈ જવાની ફરજ પડી હોવાનું જણાવ્યું હતુું.

અન્ય સમાચારો પણ છે...