સંઘપ્રદેશ દાનહના 69માં મુક્તિદિવસ નિમિતે ઠેર ઠેર ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતુ.કાર્યક્રમનો પ્રારંભ ઝંડાચોક આઝાદી સ્મારક પર અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરાઇ હતી. ત્યાંર બાદ કલેકટર કચેરી ખાતે કલેકટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ.
કલેકટર ભાનુ પ્રભાએ ઉદબોધનમાં દાનહના 69મા મુક્તિ દિવસની શુભકામના પાઠવતા જણાવ્યુ કે, બમણી ખુશીની વાત છે કે, એક તરફ દેશવાસી ભારતની આઝાદીના અમૃત મહોત્સવ મનાવી રહ્યા છે બીજી તરફ પ્રદેશનો મુક્તિ દિવસ ઉજવાઇ રહ્યો છે. પહેલા અહીં લોકો કૃષિ અને નાના મોટા કુટિર ઉદ્યોગ પર નિર્ભર હતા.
પરંતુ વર્ષ 1970ના દશકમાં ઔદ્યોગિક એકમોને સબસીડી મળી જેનાથી અહીં ઉદ્યોગ અને વેપાર સ્થાપિત થયો અને હાલમાં પ્રદેશ ઇન્ડસ્ટ્રી હબ તરીકે ઉભરી રહ્યો છે.અહીં ટેક્સટાઇલ, ફાર્મસીટીકલ,પ્લાસ્ટીક,કેબલ વગેરે મોટા પ્રમાણમા ઉત્પાદન થાય છે.પ્રસાશન દ્વારા લોકોની સુવિધા પોંહચાડવા માટે પ્રસાશન આપકે દ્વાર કેમ્પનુ આયોજન કર્યા છે.
કેમ્પોમાં લોકોને ત્યાં જ તાત્કાલિક સેવા આપવામાં આવી રહી છે. સેલવાસ નગરપાલિકા અને સભ્યોના સહયોગ શત પ્રતિશત કચરાનો સેંગરેશન અને કલેક્શન થઇ રહ્યુ છે.આ પ્રસંગે સ્વાતંત્રય સેનાનીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમમા સાંસદ કલાબેન ડેલકર,જિ.પં.ત પ્રમુખ નિશા ભાવર,પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ,એસપી રાજેન્દ્રપ્રસાદ મીના,માજી સાંસદ, અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.