તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દમણના 'ધ ફર્ન રિસોર્ટ'માં નિયમોના ઉડ્યા ધજાગરા, લાયસન્સ વગર જ રિસોર્ટમાં રોકાયેલા લોકોને દારૂ પીરસાયો

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્સાઈઝ વિભાગ દ્વારા રેડ કરી રિસોર્સ સંચાલક સામે કાર્યવાહી કરી
  • રિસોર્ટમાં ઉપસ્થિત લોકોએ કોરોના ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાવ્યા

વલસાડ જિલ્લા નજીક આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતે આવેલા લાઈટ હાઉસ પાસે એક રિસોર્ટમાં કોરોનાનો ગાઈડ લાઈનનો ભંગ કરાયો હતો. સાથે રિસોર્ટ પાસે બાર અને વાઇન શોપનું લાયસન્સ ન હતું. રિસોર્ટ ભાડે રાખનાર પરિવારે સોશ્યલ ડિસ્ટન્સ અને દારૂની મહેફિલ માણીરહ્યા હોવાની જાણકારી એક્સઆઇઝ વિભાગને મળતા એક્સઆઇઝ વિભાગે રેડ કરી રિસોર્ટ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં આવેલી એક રિસોર્ટમાં "ધ ફર્ન રિસોર્ટ" ખુલ્લેઆમ રિસોર્ટમાં રહેતા લોકોએ કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતા જોવા મળ્યા હતા. સાથે રિસોર્ટ સંચાલક પાસે દારૂ પીરસવાનું લાયસન્સ ન હોવા છતાં રિસોર્ટમાં દારૂ પીવાય રહ્યો હોવાની દમણ એકસાઇઝ વિભાગની ટીમ દ્વારા રિસોર્ટમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટનસિંગ રાખ્યા વિના લોકો દારૂ બિયરની સાથે પાર્ટી કરતા હતા. રિસોર્ટ સંચાલકો પાસે દારૂ બિયર પીરસવાનું લાયસન્સ ના હોવા છતા દારૂ પીરસતા એક્સાઈઝ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...