તંત્ર સતર્ક:કોરોનાના સંક્રમણ વધતાં દમણનો રામસેતુ બીચ 3 દિવસ સહેલાણીઓ માટે બંધ

વલસાડ4 મહિનો પહેલા
  • કોરોનાના કેસો વધતા સંઘ પ્રદેશનું વહીવટી તંત્ર સતર્ક બન્યું

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કોરોનાના કેસો વધતા સંઘ પ્રદેશનું વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. જેને લઈને નાઈટ કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. જેની સાથે વધુ સતર્કતાના ભાગ રૂપે રામસેતુ બીચને 3 દિવસ માટે સહેલાણીઓ માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હતો. શુક્ર, શનિ અને રવિવારે રામસેતુ બીચ સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવ્યો હતો. જેને લાઈની રામસેતુ બીચ સહેલાણીઓ વગર સુમસામ જોવા મળ્યો હતો.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દમણ અને દાનહમાં પણ હાલ કોરોના સંક્રમણે ફરી માથું ઊંચક્યું છે. રવિવારે દમણમાં 9 અને દાનહમાં 8 કોરોના કેસો નોંધાતા પ્રદેશ પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું હતું, અને દમણની બોર્ડર ઉપરથી પ્રવેશનારાઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે અગમચેતીના ભાગરૂપે દમણના રામસેતુ બીચને શુક્ર શનિ અને રવિ એમ ત્રણ દિવસ પર્યટકોના વિચરણ માટે બંધ કરવાનો આદેશ પણ સ્થાનીક વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવ્યો છે.

છેલ્લા બે મોટી અને નાની દમણના તમામ બીચ સહીત રામસેતુ પણ સુમસાન બન્યા હતા. આમ તો શનિ અને રવિવારે વહેલી સવારથી જ રામસેતુ પર પર્યટકોની ભારે ભીડ જામતી હોય છે, પરંતુ હાલ રામસેતુ સહિતના તમામ બીચ પર પોલીસ પહેરો ગોઠવીને તંત્રની કડક ચેતવણીનું પાલન કરવામાં આવી રહ્યું છે.

પોલીસ પ્રશાસન દ્વારા દરેક પર્યટન સ્થળને જોડતા તમામ માર્ગો પર બેરીકેટ લગાવી દેવામાં આવ્યા છે, આ માર્ગો પરથી પસાર થતા પર્યટકોને કડક ચેતવણી સાથે પરત મોકલી આપવામાં આવી રહ્યા છે, જેથી છેલ્લા બે દિવસથી દમણનો દરિયા કિનારો ખુબ શાંત જોવા મળી રહ્યો છે.

હાલ દમણમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સ્ખ્યા 40 સુધી પહોંચી છે. દમણમાં કુલ 16 કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરાયા છે. દમણમાં અગાઉથી જ રાતના 11થી સવારે છ સુધી કર્ફ્યુ લદાયો હતો, પરંતુ કોરોનાના કેસો વધતા જ પર્યટન સ્થળો પણ બંધ કરવાનો વારો આવી રહ્યો છે.

બીજી તરફ પ્રશાસક પ્રફુલ પટેલનો દાદરા નગર હવેલીની ત્રણ દિવસની મુલાકાતનો કાર્યક્રમ નક્કી કરાયો છે. તેઓ અહીં વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવાના હોવાનું જાણવા મળી રહ્યું છે. આવા સંજોગોમાં તેઓ સ્થાનિક ભાજપના નેતાઓને અળગા રાખે તે પણ ખુબ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...