હુકમ:પારડીની 13 વર્ષિય સગીરાને ગર્ભવતી કરનાર દમણના ઇસમના જામીન રદ

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

પારડીની એક 13 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી જઇ બિહાર અને દમણમાં રૂમમાં રાખી મરજી વિરૂધ્ધ દૂષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર દમણના 28 વર્ષીય આરોપીની જામીન અરજી મંગળવારે વલસાડ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી.ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી સ્પે.જજ એમ.આર.શાહે જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

વલસાડ જિલ્લાના પારડીમાં ધો.8માં અભ્યાસ કરતી એક 13 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી 21 ઓગષ્ટ 2020ના રોજ 28 વર્ષીય ચિન્ટુ તાપેશ્વર પ્રસાદ હાલ રહે.જિનલભાઇની ચાલમાં રૂમ નં.506,રોહન પાર્ક,કેવડી ફળિયા,ડાભેલ,નાની દમણનાએ અપહરણ કરી બિહાર ભગાડી ગયો હતો ત્યારબાદ દમણ આવીને ભાડે રૂમ રાખી તેનું વારંવાર મરજી વિરૂધ્ધ દૂષ્કર્મ કરી ગર્ભવતી બનાવી દીધી હતી.આ મામલે સગીરાના પિતાએ પારડી પોલીસ મથકમાં આરોપી ચિન્ટુકુમાર તાપેશ્વર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘનિષ્ટ તપાસ હાથ ધરી આ ગુનેગારને ઝડપી ધરપકડ કરી હતી.

આ કેસ વલસાડ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે આરોપી નરાધમ ચિન્ટુ પ્રસાદે જામીન અરજી મૂકતા ડીજીપી અનિલ ત્રિપાઠીની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી પોક્સો કેસ હેઠળના સ્પે.જજ એમ.આર.શાહે આરોપીની જામીન અરજી ફગાવી દેતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...