તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિયમો ભુલાયા:દમણ સહેલાણીઓ માટે ખુલ્યું પરંતુ વિકેન્ડમાં સાહેલગાહ માણવા ઉપર પ્રતિબંધ, જાહેરનામાથી અજાણ સહેલાણીઓ દમણમાં નિયમોનો ભંગ કર્યો

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દમણ પ્રવાસીઓ માટે ખુલતા સોમથી શુક્રમાં સ્થાનિક લોકોને રોજગાર મળશે

ગુજરાતમાં અને સંઘપ્રદેશ દમણમાં પણ કોરોનાના કેસ ઘટતા દમણ પ્રશાસને કોરોના ગાઈડલાઈનના નિયમોમાં છૂટછાટ આપી છે. દમણની હોટેલો, બાર એન્ડ રેસ્ટોરન્ટ, બાગ-બગીચા, બીચ ખુલ્લા રાખવાની મજૂરી આપી છે. જેને લઈને પહેલા અને બીજા કોરોના વેવમાં પ્રવાસીઓના કલશોરથી શાંત પડેલ દમણના બીચ ફરી પ્રવાસીઓના કલશોરથી ગુંજતા થયા છે. શનિ રવિની રજાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણના પ્રવાસે આવવાનું વધારે પસંદ કરે છે. જોકે દમણ પ્રશાસને શનિવાર, રવિવારે બીચ પર પ્રવાસીઓને જવાની મનાઈ ફરમાવી છે. પરંતું પ્રવાસીઓએ પ્રશાસનના આ જાહેરનામાની જાણકારી ન હોવકથી અજાણતા કોવિડના નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા હતા. દમણના દેવકા બીચ પર મોટી સંખ્યામાં સહેલાણીઓએ સાહેલગાહ માણી રવિવારની રજાની મોજ માણી હતી.

પ્રવાસીઓનું કહેવું છે કે, કોરોના દરમિયાન ઘરમાં જ પુરાયેલા રહ્યા હતાં અને હવે 4 મહિને બહાર નીકળ્યા છીએ દમણમાં આવીને ખૂબ જ મજા કરીએ છીએ જાણે સ્વર્ગમાં આવ્યા હોઈએ તેવો અનુભવ કરીએ છીએ.

દમણમાં જેમ મહારાષ્ટ્રમાંથી પ્રવાસીઓ ફરવા આવ્યાં હતાં તેવી જ રીતે ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા, મોરબી, રાજકોટ, પાલનપુર સહિત રાજ્યમાં અનેજ જિલ્લાઓમાંથી પણ પ્રવાસીઓ પોતાના પરિવાર સાથે દમણમાં ફરવા આવ્યા હતાં. કોઈ વળી પોતાના ઓફીસ સ્ટાફ સાથે આવ્યા હતાં. તમામ લોકોનું કહેવું હતું કે, કોરોનામાં ઘરમાં જ રહીને કંટાળ્યા હતાં. દમણમાં આવ્યા બાદ ખૂબ જ મજા આવી છે. અહીંના ગાર્ડનમાં, બીચ પર એન્જોય કરીએ છીએ, આહલાદક વાતાવરણમાં દરિયાના સાનિધ્યમાં ઉછળતા મોજાનો લ્હાવો માણીએ છીએ. અને શોપિંગ કરીએ છીએ

ઉલ્લેખનીય છે કે, દમણ પ્રશાસનના જાહેરનામા મુજબ શનિ-રવિવાર અને જાહેર રાજાના દિવસે બીચ પર પ્રવાસીઓને જવા પર પાબંધી ફરમાવી છે. જ્યારે બાકીના દિવસોમાં કોઈ પાબંધી નથી. પરન્તુ તેમ છતાં પ્રવાસીઓને જાહેરનામની જાણ ન હોવાથી અજાણતા પ્રશાસનના જાહેરનામાની ઐસી કી તૈસી કરી રવિવારે પણ દેવકા બીચ પર પહોંચ્યા હતાં. મોટી દમણમાં પોલીસ દ્વારા કડક પહેરો હોય દેવકા બીચ રોડ પર વાહનોનો ટ્રાફિક વધ્યો હતો.

મોટી સંખ્યામાં દમણ પ્રવાસે આવેલા પ્રવાસીઓ બીચ પર, જાહેર માર્ગ પર, હોટેલોમાં શરાબની મોજ સાથે જાણે કોરોનાને અલવિદા કરવા આવ્યા હોય તેમ મોજમસ્તીમાં ઝૂમતા અને આનંદ માણતા હતાં. જોકે, આ સાથે સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્કની અમલવારી કરતા હોવાનું પ્રવાસીઓએ જણાવ્યુ હતું. પરંતુ હકીકતે તમામ પ્રવાસીઓ કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જ જોવા મળ્યા હતાં.

દમણ પ્રસાસન દ્વારા વિકેન્ડમાં ફરતો પોલીસ બંદોબસ્ત મૂકીને લોકોને સાહેલગાહ માણતા અટકાવવા પોલીસની અને સ્થાનિક એડમિનિસ્ટેટરની જવાબદારી રહે છે. પ્રવાસીઓ દૂરદૂરથી મોજ મસ્તી અને દારૂની મહેફિલ માણવા આવતા હોવાથી ઘણા નિયમો ભૂલી જતા હોય છે. પ્રસાસન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવી સહેલાણીઓને વિકેન્ડમાં દરિયાની સાહેલગાહ માણતા અટકાવે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...