સાયલી પંચાયતના સરપંચ અને સભ્યોને ભોયાપાડા વિસ્તારના લોકોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ફરિયાદ કરી હતી કે, કંપનીઓ દ્વારા કેમિકલવાળું પાણી છોડવાને કારણે આદિવાસી ખેડૂતોના ખેતરો અને બોરીંગના પાણી પણ ખરાબ થઇ ગયા છે. જેથી સરપંચ અને સભ્યોએ સ્થાનિકોની મુલાકાત લીધી હતી.મુલાકાત દરમ્યાન હકીકતથી વાકેફ થયા હતા.
ત્યાર બાદ સાયલી પંચાયતે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને રજુઆત કરી હતી કે, સાયલી ભોયાપાડા ખાતે કંપનીઓ આવેલી છે જેમાં પેટના ફાર્મસીટીકલ, શિવ શક્તિ પોલીકેમ,રેના કુલકીતકેનોવારે,પ્લેટિનમ ફેબ્રિક,અપાર ઇન્ડસ્ટ્રીઝ,એરો ફાઈબર પ્રાઇવેટ લીમીટેડ,પૂજા પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ,હેરબો ગ્લોબલ ફાર્માકેવીટીકલ,ભિલોસા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડ, આલોક ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ સહિતની કંપનીઓનું પ્રદૂષિત પાણી સાયલી ભોયાપાડા ખાતે આવેલા ખેડૂતોના જમીનમાં છોડવામાં આવે છે.
જેથી ખેડૂતોની જમીન ખેતી કરવા લાયક પણ નથી રહી અને આ જમીનમાં ઓઇલવાળું અને કેમીકલવાળું પાણી આવવાથી કોઈપણ જાતની ખેતીનો પાક લઇ શકતા નથી. સાયલી વિસ્તારના મોટા ભાગના આદિવાસી રહેતા આવેલા છે અને એમનું જીવન ધોરણ ખેતી પર નિર્ભર છે.આ સિવાય એમના પાસે કોઈ રોજગાર નથી.
જેથી કંપનીઓની ચકાસણી કરી કઈ કંપની પ્રદૂષિત પાણી ગટરમાં છોડે છે તે તપાસ કરી જવાબદાર કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી જે કોઈ ખેડૂતના જમીનમાં પ્રદૂષિત ઓઇલવાળું પાણી આવતું હોય અને એ જમીનમાં ખેતી કરી શકતા નથી તેવા ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી પણ માગ કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.