તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવધાન:નવા સીમકાર્ડ લઈ એક્ટિવેટ કરાવતા પહેલા સાવચેતી ના રાખી તો થઈ શકે છે નુકસાન, સુરતમાં ગ્રાહકોના IDના દરુપયોગ મામલે વધુ બેની ધરપકડ

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકોની જાણ બહાર જ તેમના નામે વધુ સીમકાર્ડ એક્ટિવ કરી ગુનાખોરી માટે ઉપયોગ કરાતો

હાલના ડિજિટલ યુગમાં તમામ મોબાઇલ કંપનીઓ દ્વારા સીમ કાર્ડ વેચવા માટે ડિસ્ટ્રીબ્યુટરને જવાબદારી સોંપવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુટર દ્વારા માણસો રાખીને રોડ ઉપર કે મોબાઇલની દુકાન બહાર છત્રી નાખીને મોબાઈલના સીમકાર્ડ વેચાણ કરતા હોય છે. જે નવા સીમકાર્ડને એક્ટિવેટ કરવાના ટાર્ગેટ સાથે સીમકાર્ડ વેચતી અલગ-અલગ એજન્સીઓ દ્વારા સેલ્સમેન રાખી કામગીરી કરવામાં આવતી હોય છે.

નવા સિમકાર્ડ માટે KYC ના ડોક્યુમેન્ટ સીમકાર્ડ ચાલુ કરવા માટે સ્માર્ટ કનેક્ટ એપના માધ્યમથી સીમકાર્ડ કવરમાંથી ખોલ્યા વગર તેનો બારકોર્ડ સ્કેન કરીને તેમાં રહેલા બ્લૅક સીમની વિગત મેળવી લેવામાં આવે છે. ગ્રાહકે આપેલા KYC ડોક્યુમેન્ટ જેવાકે આધાર કાર્ડ, ડ્રાયવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ કે પાસપોર્ટ જેવા ફોટો આઈડી ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગ થાય છે. ગ્રાહકનો લાઈવ પાસપોર્ટ સાઇઝનો ફોટો પાડી સિસ્ટમમાં અપલોડ કરી દેવામાં આવે છે. તમારા મને સિમ કાર્ડ એક્ટિવેટ થાય બાદ સિસ્ટમ સ્લો છે, ડોક્યુમેન્ટ અપલોડિંગમાં ભૂલ આવી કે અન્ય કોઈપણ બહાનાઓ બતાવી ગ્રાહકના ફરી ડોક્યુમેન્ટ અપલોડ કરી તેમની જાણ બહાર તેમના નામે વધુ એક મોબાઈલનો સિમકાર્ડ એક્ટિવ કરવામાં આવે છે. જે નંબર ઉપર અન્ય ગ્રાહકના KYCનો ઉપયોગ કરીને ડીઝીટલ વોલેટ ઉપર આઈડી ક્રિએટ કરવામાં આવે છે.

આવા ડીજીટલ વોલેટ જે ફક્ત મોબાઈલ નંબર ઉપરથી તમારૂં ડીજીટલ વોલેટ ઉપર નવું એકાઉન્ટ ક્રિએટ કરીને સાઇબર ક્રાઇમના ફ્રોડમાં મેળવેલા રૂપિયા આવા આઇડીથી બનાવેલા ખાતામાં જમા કરવામાં આવે છે. જેથી સાઈબર ક્રાઈમ કરનાર ઈસમ પોલીસ પકડથી દૂર રહે છે.

નવા સિમકાર્ડ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને કરેલા ફ્રોડના રૂપિયા આવા ડિજિટલ વોલેટમાં નાખવામાં આવે છે. તેમજ આવા વોલેટમાં આવેલા રૂપિયા તાત્કાલિક અન્ય ખાતાઓમાં જમા કરાવી સાઇબર ક્રાઈમ આચરનારી ગેંગના સભ્યોમાં વેચાઈ જતા હોય છે. પોલીસ ડીજીટલ વોલેટના મોબાઇલ નંબરના આધારે ડિજિટલ વોલેટ ધારકની પૂછપરછ હાથ ધરે ત્યારે મોબાઈલ નંબર તેઓનો ન હોવાનું તેમજ તેના નામનો સીમકાર્ડ અન્ય કોઈ ફ્રોડ કંપનીના માણસો વાપરતા હોવાનું વલસાડ સાયબર ક્રાઈમના PSI જે જી મોડની ટીમે કરેલી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. છેતરપીંડી આવા કેસમાં સાયબર ક્રાઇમની ટીમે 8 જુલાઈની રાત્રીએ સુરતથી એક સગીર સહિત બે ઈસમોને ઝડપી પાડયા હતા.

ભાઈજાન અલ્તાફખાનની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સગીર સહિત બંને ઈસમો મોબાઈલ કંપનીમાં સિમકાર્ડ વેચવા માટે સેલ્સમેન રહી ચૂક્યા હોવાનું અને તેઓએ ગ્રાહકોની જાણ બહાર અન્ય સીમકાર્ડ એક્ટિવેટ કરીને સાઇબર ક્રાઇમના આરોપીઓને વેચ્યા હોવાનું સહિતની અન્ય ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. વલસાડ સહિત જિલ્લાના તમામ લોકોને નવો સીમ કાર્ડ લેતી વખતે એલર્ટ રહેવા સાયબર ક્રાઈમના PSI મોડે ખાસ અપીલ કરી છે. શક્ય હોય તો મોબાઈલ સિમ કાર્ડની કંપનીના કેરમાં જઈને જ તમારો સીમકાર્ડ એક્ટિવેટ કરવા અપીલ કરી છે.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી
રોડ ઉપર છત્રીઓ નાખીને સીમકાર્ડ વેચવા બેસેલા યુવકો દ્વારા ગ્રાહકની જાણ બહાર તેમનો અન્ય એક કાર્ડ એક્ટિવેટ કરીને આપવામાં આવે છે. જે કાર્ડના નંબરના આધારે ડીઝીટલ વોલેટ ઉપર અન્ય કોઈ ગ્રાહકના KYC ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને નવું ડીઝીટલ વોલેટ ઉપર ખાતું ખોલવામાં આવે છે. જે આઈડીના માધ્યમથી ફ્રોડ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...