તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Valsad
 • Dadra Nagar Haveli Traffic Police Took Action Against The Bullet Drivers With Silenced Silencers, Turned The Bulldozer Over The Seized Silencers

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દાદરા નગર હવેલી ટ્રાફિક પોલીસે અવાજ કરતા સાઇલેન્સરવાળા બુલેટ ચાલકો સામે કાર્યવાહી કરી, જપ્ત કરેલા સાઇલેન્સર ઉપર બુલડોઝર ફેરવી દીધું

વલસાડએક મહિનો પહેલા
 • અવાજ કરતા બુલેટ ચાલકોને લઈને લોકોમાં વધતી ફરિયાદને લઈને કાર્યવાહી કરાઇ

દાદરા નગર હવેલીમાં બુલેટ રાઈડરો દ્વારા સાઇલેન્સર મોડીફાઇડ કરીને બુલેટમાં અવાજ કરતા સાઇલેન્સરને લઈને દાદરા નગર હવેલીના લોકોમાં ફરિયાદ ઉઠી રહી હતી. અવાજના કારણે સ્થાનિક લોકોની વધતી જતી ફરિયાદને લઈને દાદરા નગર હવેલીની ટ્રાફિક પોલીસે શનિવારે કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા તમામ બુલેટને સાઇલેન્સર કાઢી તેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

દરેક બુલેટ ચાલકો પાસેથી રૂ. છ હજારનો દંડ વસુલવામાં આવ્યો

દાદરા નગર હવેલીના એસપી હરેશ્વર સ્વામીના દિશાનિર્દેશ અનુસાર દાદરા નગર હવેલીમાં અવાજ કરતી મોટર સાયકલ અને બુલેટ સવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. વાહન ચેકીંગ જુમ્બેશ હાથ ધરીને મોફીફાઇડ સાયલેન્સરોવાળા વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી હતી. તમામ વાહન ચાલકોને RTOનો મેમો આપવામા આવ્યો હતો. સાથે દરેક બુલેટ ચાલકો પાસેથી રૂ. છ હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો. સાથે એમની મોટર સાયકલમાં જે મોડીફાઇડ કરેલ સાયલેન્સરોને કબજે લેવામા આવ્યા હતા.

કબ્જે કરેલ સાયલેન્સરોને ડિસ્ટ્રોઈ કરવામાં આવ્યા

શનિવારના રોજ ટ્રાફિક વિભાગના ઇન્ચાર્જ નરેશ પટેલની અઘ્યક્ષતામાં આ કબ્જે કરેલ સાયલેન્સરોને ડિસ્ટ્રોઈ કરવામાં આવ્યા હતા. વધુમાં એમણે જણાવ્યુ કે મોડીફાઇડ કરેલ સાયલેન્સરોને કારણે બજારમાં ફરતી મહિલાઓ અને બાળકોમાં જોરદાર અવાજને કારણે એક ડરનો માહોલ રહેતો હતો. જેને કારણે અમારે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભવિષ્યના દિવસોમાં પણ જો આવા અવાજ કરતા બાઇકો કે બુલેટસવારો પકડાશે તો તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો